શુદ્ધી માટે ડૅનીનો સમ્પર્ક સાધ્યાનો ઇનકાર કરતાં કરણ
મુંબઈ, 20 મે : અગ્નિપથ ફિલ્મ સાથે લોકપ્રિયતા હાસલ કરનાર દિગ્દર્શક કરણ મલ્હોત્રા પોતાની બીજી ફિલ્મ શુદ્ધી માટે તૈયાર છે, પરંતુ તેમણે આ વાતનો ઇનકાર કર્યો છે કે તેમણે ફિલ્મ માટે ડૅની ડેંઝોંગ્પાનો સમ્પર્ક કર્યો હતો.

અટકળો એવી હતી કે હમ જેવી ફિલ્મોમાં અભિનય માટે જાણીતા ડૅની સાથે શુદ્ધીમાં નકારાત્મક ભૂમિકા ભજવવા માટે સમ્પર્ક કરાયો હતો, પરંતુ કરણ મલ્હોત્રા આવી અટકળોને ફગાવે છે. તેમણે જણાવ્યું - આ ખોટાં સમાચાર છે. મેં આ ફિલ્મ માટે ડૅનીનો ક્યારેય સમ્પર્ક કર્યો નથી. અમે ફિલ્મમાં કોઈ અનુભવી મજબૂત અભિનેતાને લઇશું, પરંતુ અત્યાર સુધી અમે કોઈનો સમ્પર્ક સાધ્યો નથી.
અગ્નિપથની રીમેક સાથે દિગ્દર્શક તરીકે શરુઆત કરનાર કરણ મલ્હોત્રાએ અત્યાર સુધી પોતાની ફિલ્મની નાયિકાની પણ પસંદગી કરી નથી. તેમણે જણાવ્યું કે જે પણ સમાચારો આવે છે, તે તમામ ખોટાં છે. તેમાં નથી કરીના કપૂર કે અનુષ્કા શર્મા પણ નથી. થોડાંક જ માસમાં અમે નાયિકાની પસંદગી કરી લઇશું. શુદ્ધીનું નિર્માણ પણ કરણ જ કરી રહ્યાં છે. શૂટિંગ નવેમ્બરમાં શરૂ થશે.
અગાઉ એવી અટકળો વહેતી થઈ હતી કે શુદ્ધી ફિલ્મમાં હૃતિક રોશન અને કૅટરીના કૈફ કામ કરવાનાં છે, પરંતુ કરણ મલ્હોત્રાના સ્પષ્ટીકરણ બાદ હવે તમામ અટકળોનો અંત આવી જાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
