બૉલીવુડની સેક્સી સુપરસ્ટાર નેહા ધૂપિયાનો બર્થડે, જૂલીથી લસ્ટ સ્ટોરી સુધી જાદૂ ચલાવ્યો
બૉલીવુડની સેક્સી સુપરસ્ટાર નેહા ધૂપિયાનો બર્થડે, જૂલીથી લસ્ટ સ્ટોરી સુધી જાદૂ ચલાવ્યો
બૉલીવુડની સેક્સી સુપરસ્ટાર નેહા ધૂપિયા આજે પોતાનો 39મો જન્મદિવસ મનાવી રહી છે. નેહાની મિસાલ બૉલીવુડની એવી એક્ટ્રેસમાં આપવામાં આવે છે જેમના માટે લગ્ન અને મા બનવું ક્યારેય અડચણ નહોતું. અંગત બેદી સાથે લગ્ન અને મા બન્યા સુધી નેહા સતત કામ કરતી રહી છે. દીકરી મહેર તેના માટે શું હમત્વ રાખે છે તેની વ્યાખ્યા નેહા કેટલીયવાર સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આપી ચૂકી છે. કેટલીય એક્ટ્રેસોની વચ્ચે નેહાએ જેવી રીતે ખુદને એક્ટ્રેસ તરીકે સ્થાપિત કરી તે વખાણવા લાયક છે.

શાનદાર રહી સફર
જૂલી, કયામત, સિંઘ ઈંજ કિંગ, હે બેબી, દે તાલી જેવી ફિલ્મો સાથે લસ્ટ સ્ટોરીઝ અને તુમ્હારી સુલુ જેવી દિલચસ્પ ફિલ્મો પણ નેહાના ખાતામાં રહી છે. ખુદને ફિલ્મો સુધી સિમિત ન રાખતા 27 ઓગસ્ટ 1980ના રોજ સીખ પરિવારમાં જન્મેલ નેહા ટીવી અને ટૉક શોથી પણ લોકો સુધી પહોંચી છે. એમટીવી રોડીઝ અને નો ફિલ્ટર નેહા શોની સાથે નેહા મજબૂતી સાથે ખુદને ઈન્ડસ્ટ્રીની ચર્ચિત સ્ટાર બની ચૂકી છે. ગ્લેમર અને સ્ટાઈલના મામલે પણ નેહા કોઈનાથી કમ નથી. ચાલો આજે તેના જન્મદિવસના મોકા પર તેની આ અનદેખી તસવીરો જોઈએ અને કેટલીક દિલચસ્પ જાણકારીઓ મેળવીએ છીએ.

ટૉપ 10માં જગ્યા
નેહાએ મિસ યૂનિવર્સ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો. તેમણે ટૉપ 10માં પોતાની જગ્યા બનાવવામાં સફળતા હાંસલ કરી.

ચાઈલ્ડ એક્ટ્રેસ
જણાવી દઈએ કે નેહાએ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ચાઈલ્ડ એક્ટ્રેસ તરીકે કરી હતી. 1994માં તે મલયાલમ ફિલ્મ મિન્નરમમાં જોવા મળી હતી.

અસૂલની પાક્કી
નેહાએ આર્મી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. આર્મી સ્કૂલમાં ભણવાની અસર નેહા પર સ્પષ્ટ દેખાય છે. તે પોતાના અસૂલોની પાક્કી છે.

મિસ ઈન્ડિયાનો ખિતાબ
નેહાએ ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ પોતાના નામે 2002માં કર્યો. જે બાદ બૉલીવુડમાં પોતાની એન્ટ્રી કરી.

પોતાનો જાદૂ ચલાવવામાં નેહા સફળ
કયામતથી નેહાએ પોતાનું બૉલીવુડ ડેબ્યૂ કર્યું. ફિલ્મ કોઈ ખાસ કમાલ ન કરી શકી. પરંતુ નેહા પોતાનો જાદૂ ચલાવવામાં સફળ થઈ. જૂલી, ક્યા કૂલ હૈ હમ, દસ કહાનિયાં, સિંઘ ઈંજ કિંગ જેવી ફિલ્મોનો ભાગ રહી. નેહાએ પોતાની રફ્તાર સતત બનાવી રાખી છે. મા બન્યા બાદ પણ તે સતત કામ કરી રહી છે. નેહાએ કામથી ક્યારેય બ્રેક નથી લીધી.

મા બન્યા બાદ વધતા વજન માટે
નેહાએ અંગત જીવનમાં ચાલી રહેલ ઉતાર ચઢાવ વચ્ચે ખુદને ક્યારેય કામથી દૂર નથી રાખી. પ્રેગ્નેન્સી દરમિયાન પણ તે કામ કરતી રહી. મા બન્યા બાદ પણ નેહાએ ખુદને કામથી દૂર નહોતી કરી. એટલું જ નહિ, તેણે મા બન્યા બાદ વધતા વજન માટે સાંભળવું પણ પડ્યું હતું. પરંતુ નેહાએ તે પોર્ટલની ક્લાસ લગાવી દીધી હતી.

આ ભાષાઓમાં કમાલ દેખાડ્યો
નેહા ન માત્ર હિન્દીમાં બલકે મલયાલમ, તેલુગૂ, જાપાની, ઉર્દૂ અને પંજાબી ભાષાઓમાં કેટલીક ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.

હેપ્પી બર્થડે નેહા
નેહા ધૂપિયાની વનઈન્ડિયા ગુજરાતી તરફથી જન્મ દિવસની શુભેચ્છા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
