Box Office: આ વર્ષની બીજી મોટી હિટ નીરજા, સની દેઓલને પાછળ પાડ્યો!
સોનમ કપૂરની ફિલ્મ નીરજા ગત શુક્રવારે રિલિઝ થઇ ગઇ છે. આ ફિલ્મ આ વર્ષની અત્યાર સુધીની સૌથી મોટી હિટ સાબિત થઇ છે. લગભગ 18 કરોડની કિંમતે બનેલી આ ફિલ્મ અત્યાર સુધી 35.32 કરોડની કમાણી કરી ચૂકી છે. અને હજી પણ થિયેટરમાં તેની પકડ મજબૂત છે.
રામ માધવાનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મની દર્શકો લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. અને તેવી આશા સેવાઇ રહી હતી કે આ ફિલ્મ એક સારી ઓપનિંગ આપે. ત્યારે આ ફિલ્મે ક્રિટીકના મોઢે અને દર્શકોના મોઢે તો વખાણ કરાવ્યા જ છે. સારું કલેક્શન પણ આપ્યું છે. અને વિદેશોમાં પણ આ ફિલ્મ સારો વેપાર કરી રહી છે. ત્યારે નીરજા ફિલ્મે બોક્સઓફિસ પર અત્યાર સુધી કેવા કેવા રેકોર્ડ તોડ્યા છે અને કેટલી કમાણી કરી છે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

નીરજા
નીરજાએ એક અઠવાડિયામાં 35 કરોડનું કલેક્શન કર્યું છે. અને આ દ્વારા તે એરલિફ્ટ બાદ આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે.

એરલિફ્ટ
અક્ષય કુમારની ફિલ્મ એરલિફ્ટે એક વીકમાં 83.5 કરોડનું કલેક્શન કર્યું હતું. અને સાથે જ આ ફિલ્મ બોલીવૂડની 2016ની પહેલી હિટ ફિલ્મ બની હતી.

ઘાયલ વન્સ અગેન
સની દેઓલની ફિલ્મ ઘાયલ વન્સ અગેને એક જ અઠવાડિયામાં 33.25 કરોડનું કલેક્શન કર્યું હતું .પણ હવે આ રેકોર્ડ નીરજાએ તોડી દીધો છે.

વઝીર
ફરહાન અખ્તર અને અમિતાભ બચ્ચનની ફિલ્મ વઝીરથી અપેક્ષા બહુ હતી પણ વઝીરે પહેલા વીકમાં 29.9 કરોડનો વેપાર કર્યો હતો.

ક્યા કૂલ હૈ હમ 3
ક્યા કૂલ હૈ હમ 3એ પહેલા વીકમાં 29.65 કરોડની કમાણી કરી હતી. જો કે આ ફિલ્મ પણ વઝીરની માફક ફ્લોપ ગઇ હતી.

ફિતૂર
કેટરીના કૈફ અને આદિત્ય રોય કપૂરની ફિલ્મ ફિતૂરએ પહેલા વીકમાં ખાલી 17.5 કરોડનું કલેક્શન કર્યું હતું. એટલે કે તેનું કલેક્શન ક્યા કૂલ હૈ 3 કરતા પણ ખરાબ હતું.

મસ્તીજાદે
તો સની લિયાનીના ડબલ રોલ વાળી ફિલ્મ મસ્તીજાદેએ તેના રિલિઝના પહેલા વીકમાં 28 કરોડની કમાણી કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
