'ઘણા પુરુષ ગંદા ઈરાદાથી મારી નજીક આવવા માંગતા હતા પરંતુ...,' નીના ગુપ્તાએ કર્યો મોટો ખુલાસો
નીના ગુપ્તા પોતાના ફિલ્મી કરિયર સાથે અંગત જિંદગી માટે પણ ઘણી ચર્ચામાં રહે છે. હવે તેણે પુરુષ સાથીઓ વિશે નવા ખુલાસા કર્યા છે.
નવી દિલ્લીઃ અભિનેત્રી નીના ગુપ્તા પોતાના ફિલ્મી કરિયર સાથે અંગત જિંદગી માટે પણ ઘણી ચર્ચામાં રહે છે. હવે તેણે પુરુષ સાથીઓ વિશે નવા ખુલાસા કર્યા છે. નીના ગુપ્તાના જણાવ્યા મુજબ અમુક લોકોએ તેની નજીક આવવાની કોશિશ કરી પરંતુ તેમના ઈરાદા તે પહેલાથી સમજી ગઈ હતી. નીના ગુપ્તાએ 80ના દશકમાં નૉન કૉમર્શિયલ ફિલ્મોથી શરૂઆત કરી હતી પરંતુ હજુ સુધી તેની સાથે કોઈ ગંદુ કામ થયુ નહોતુ.

'મરજી વિના કોઈ કંઈ નથી કરતુ'
ઈન્ટરવ્યુ દરમિયાન નીનાને એ સવાલ પૂછવામાં આવ્યો કે શું ઈન્ડસ્ટ્રીમાં કોઈ વ્યક્તિ સાથે તેને ખરાબ અનુભવ થયો, જેના પર તેણે કહ્યુ કે ઈન્ડસ્ટ્રીમાં મારી સાથે એવુ કંઈ થયુ નથી. જો કે તેણે એ માન્યુ કે ઘણા પુરુષો તેની નજીક આવવાની કોશિશમાં હતા પરંતુ તેને ગંદા ઈરાદાઓનો અહેસાસ થઈ ગયો હતો. તેના જણાવ્યા મુજબ કોઈ તમને ત્યાં સુધી રાઈડ પર લઈને ન જઈ શકે જ્યાં સુધી તમે ખુદ ન જવા માંગો.

14 જૂને આવશે પુસ્તક
નીના ગુપ્તાએ હાલમાં જ પોતાની આત્મકથા 'સાચુ કહુ તો'ની ઘોષણા કરી જે 14 જૂને પ્રકાશિત થશે. નીનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર પોતાના પુસ્તકની રિલીઝ ડેટ શેર કરીને કહ્યુ કે મે વિચાર્યુ હતુ કે આ બહુ મુશ્કેલ સમય અને ઉદાસ સમયમાં જ્યારે આપણે ઘરમાં ફસાઈ જઈએ છીએ, આપણે દુઃખી અને ચિંતિત હોઈએ ત્યારે બની શકે કે મારુ પુસ્તક તમને અમુક મુશ્કેલ દિવસો સામે લડવામાં મદદ કરે. આ પુસ્તકમાં તેના મુંબઈ આવવા અને અભિનેત્રી બનવા સુધીની સફર વર્ણવવામાં આવી છે.

પિતાને ગણાવ્યા બૉયફ્રેન્ડ
હાલમાં જ એક બીજા ઈન્ટરવ્યુમાં નીનાએ પોતાની એકલતા પર વાત કરી હતી. એ દરમિયાન તેણે કહ્યુ હતુ કે મે ઘણી વાર એકલતા અનુભવી છે પરંતુ ભગવાને મને એ શક્તિ આપી છે જે મને હંમેશા આગળ વધારવામાં સક્ષમ છે. હું ભૂતકાળ પર ધ્યાન નથી આપતી. મારે ઘણા વર્ષો સુધી કોઈ બૉયફ્રેન્ડ કે પતિ નહોતો. વાસ્તવમાં મારા પિતા મારા બૉયફ્રેન્ડ હતા. તમને જણાવી દઈએ કે નીની વેસ્ટઈન્ડીઝના ક્રિકેટર વિવિયન રિચર્ડઝ સાથે રિલેશનમાં હતી જેનાથી તેમની દીકરી મસાબા ગુપ્તા છે. પછી તેણે વર્ષ 2008માં બિઝનેસમેન વિવેક મહેરા સાથે લગ્ન કર્યા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
