નવાઝુદ્દીન સિદ્દીકીએ કર્યા 3 લગ્ન, પ્રેગ્નેન્ટ ભાભીને મારી લાતઃ એક્ટરના નાના ભાઈ શમાસે લગાવ્યા આરોપો

Nawazuddin Siddiqui Big Allegation: બૉલિવુડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી હાલમાં પોતાની પ્રોફેશનલ લાઈફથી વધુ પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. હાલમાં સમાચાર હતા કે અભિનેતા પોતાનો કેસ પાછો લેવા માટે તૈયાર છે, જેના માટે તેણે પત્ની આલિયા પાસે એ શરત મૂકી હતી કે તે બાળકોને મળવા દેશે. હવે આ દરમિયાન નવાઝુદ્દીનના નાના ભાઈ શમાસ સિદ્દીકીએ અભિનેતા પર ઘણા ગંભીર આરોપ લગાવવા સાથે ચોંકાવનારા ખુલાસા પણ કર્યા છે.

નવાઝુદ્દીનના ભાઈનો ચોંકાવનારો ખુલાસો
નવાઝુદ્દીન સિદ્દીકીએ હાલમાં જ તેના નાના ભાઈ શમસુદ્દીન સિદ્દીકી અને પત્ની આલિયા સિદ્દીકી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. હવે અભિનેતાના ભાઈએ તેના વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અભિનેતાના ભાઈએ દાવો કર્યો છે કે નવાઝે ત્રણ લગ્ન કર્યા છે. જેમાંથી એક લગ્ન લોકડાઉન દરમિયાન થયા હતા.શમાસ સિદ્દીકીએ ટ્વિટર પર એક લાંબી પોસ્ટ લખીને અભિનેતા પર 11 આરોપો લગાવ્યા છે. તેણે નવાઝ પર આરોપ લગાવ્યો કે અભિનેતાએ તેની ભાભીના પેટમાં લાત મારી હતી જ્યારે તે ગર્ભવતી હતી. આ સિવાય તેણે ટ્વિટ દ્વારા કેટલાક એવા રહસ્યો ખોલ્યા, જેને જાણીને તમે પણ દંગ રહી જશો.

એક્ટર સામે આરોપોની લાંબી યાદી
નવાઝના ભાઈ શમાસ નવાઝે સોશિયલ મીડિયા પર અભિનેતા પર આરોપોનો મારો ચલાવ્યો છે. તેણે પોસ્ટ કરીને લખ્યું, 'તમે પોતાને ગરીબ ખેડૂતનો પુત્ર કહો છો, જ્યારે તમે કરોડોની જમીનના માલિક છો. તમે શું ઈચ્છો છો કે તમારી કિંમત 100 કરોડ છે અને બધા તમને પરેશાન કરી રહ્યા છે. જેઓ તમને સારી રીતે ઓળખે છે તેમના માટે તમારી કિંમત માત્ર શૂન્ય છે. આ સિવાય ભાઈએ દાવો કર્યો હતો કે નવાઝ પર મીટુનો આરોપ છે. તમને જણાવી દઈએ કેનવાઝુદ્દીન સિદ્દીકીના કેસને લઈને રોજ નવી અપડેટ્સ આવી રહી છે. પત્નીએ એક વીડિયો શેર કરીને દાવો કર્યો છે કે અભિનેતાએ તેને બાળકો સાથે ઘરની બહાર કાઢી મૂક્યો છે. આખો પરિવાર મોડી રાત્રે શેરીઓમાં રખડ્યો હતો. જે બાદ અભિનેતાએ આ મામલે મૌન તોડતા એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે દાવો કર્યો હતો કે પત્ની આલિયા સિદ્દીકી પૈસા માટે આ બધુ કરી રહી છે.
|
શમાસ સિદ્દીકીએ પોતાના ભાઈ નવાઝુદ્દીન સિદ્દીકી પર લગાવ્યા 11 આરોપો
1. નવાઝુદ્દીન સિદ્દીકીએ અત્યાર સુધીમાં ત્રણ વખત લગ્ન કર્યા છે. લોકડાઉનમાં નિશા સાથે લગ્ન કર્યા. જ્યારે પ્રથમ પત્ની ફોજિયાના 2007માં છૂટાછેડા થઈ ગયા હતા.
2. નવાઝે તેની ભાભી આફરીનને લાત મારી, જે તે સમયે ગર્ભવતી હતી. તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે.
3. બે વખત મીટુના આરોપો લાગ્યા છે.
4. તેમની બાયોગ્રાફી પર પણ વિવાદ થયો હતો.
5. ના ખાન અને સોની દાંડેકરે નવાઝની છેડતી કરી, તેની સામે કેસ કર્યો
6. સગા ભાઈ અલમસુદ્દીન સિદ્દીકીએ એફઆઈઆર નોંધાવી, કેસ હજુ પણ ચાલી રહ્યો છે
7. તેજી સાશા સિદ્દીકીના પરિવારે પણ નવાઝ પર આરોપ લગાવ્યા છે.
8. નવાઝે સ્ટાફ સાથે પણ ખરાબ વર્તન કર્યુ, કેસ નોંધાયો.
9. જાહેરાતને લઈને ઘણા કેસ નોંધાયા છે.
10. કરચોરી અંગે પણ કેસ નોંધાયા છે.
11. ઘરની મિલકતની વહેંચણી અંગેના આક્ષેપો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
