આ એક્ટ્રેસના HOT PICS...થઇ રહ્યાં છે વાયરલ
નરગિસ ફખરીના બિકિની પિક્ચર્સ જોઇને દંગ રહી જશો.
બોલિવૂડ એક્ટ્રેસિસ હોલિડે પર જાય અને બિકિની પિક્ચર્સ પોસ્ટ ન કરે એ અશક્ય છે. દરેક એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પોતાના હોટ અને બોલ્ડ ફોટોઝ શેર કરતી રહે છે. એક્ટ્રેસિસમાં જાણે હોટ દેખાવાની હોડ લાગી છે, એ હોડમાં નરગિસ ફખરી નું નામ મોખરે છે. ભલે તેની ખાસ બોલિવૂડ ફિલ્મો ન આવતી હોય, પરંતુ સોશિયલ મીડિયા પર ચર્ચાતી હોટ એક્ટ્રેસિસના લિસ્ટમાં તે મોખરે છે.

ફરી બિકિનીમાં દેખાઇ નરગિસ
નરગિસે ફરી એકવાર પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બિકિનીમાં પિક્ચર્સ શેર કર્યાં છે. તસવીરો પરથી જ ખબર પડી જાય છે કે, તે પોતાના હોલિડેને ફુલ એન્જોય કરી રહી છે. નરગિસની આ તસવીરોએ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે.

હિટ-ફ્લોપની ઝંઝટથી દૂર
નરગિસ ફખરી હાલ બોલિવૂડની હિટ-ફ્લોપની ઝંઝટથી દૂર જુદી-જુદી જગ્યાએ હોલિડે માણવામાં વ્યસ્ત છે. થોડા સમય પહેલાં જ તે બાલીમાં હોલિડે પર ગઇ હતી. ત્યાં તેણે સુંદર હોટ ફોટોશૂટ પણ કરાવ્યું હતું. તેના આ ફોટોઝ પણ ખૂબ વાયરલ થયા હતા.

બોલિવૂડ કરિયર
નરગિસે રણબીર કપૂર સાથેની ફિલ્મ રૉકસ્ટારથી ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મ હિટ થઇ, પરંતુ નરગિસના કરિયરને વેગ મળ્યો નહીં. ત્યાર બાદ તે મેં તેરા હીરોમાં વરુણ ધવન સાથે જોવા મળી હતી. અઝહરમાં પણ તે ઇમરાન હાશ્મી સાથે જોવા મળી હતી. આ સિવાય તેણે બોલિવૂડમાં કોઇ નોંધપાત્ર ફિલ્મ કરી નથી.

ઉદય ચોપરા
આ સિવાય નરગિસ ફખરી ઉદય ચોપરા સાથેના પોતાના રિલેશનને લઇને પણ ચર્ચામાં રહી છે. જો કે, બેમાંથી કોઇએ ક્યારેય આ અંગે કંઇ કહ્યું નથી. ના તો આ બંન્ને સાથે કોઇ ફિલ્મમાં દેખાયા છે. આમ છતાં, બંન્નેના અફેરની ચર્ચાઓ ઘણા સમયથી બોલિવૂડમાં થઇ રહી છે.

નરગિસ ફખરી
નરગિસનો જન્મ 20 ઓક્ટોબર, 1979ના રોજ ક્વીન્સ, ન્યૂ યોર્કમાં થયો હતો. તેની માતા ક્રિશ્ચન અને પિતા મોહમ્મદ ફખરી પાકિસ્તાની છે.

હોલિવૂડમાં પણ અજમાવી કિસ્મત
બોલ્ડ એન્ડ બેયૂટિફુલ નરગિસે હોલિવૂડમાં પણ નસીબ અજમાવ્યું છે. તેણે હોલિવૂડમાં 'સ્પાઇ' ફિલ્મ થકી ડેબ્યૂ કર્યું છે. વર્ષ 2015માં આ ફિલ્મ રિલીઝ થઇ હતી. તેની અન્ય હોલિવૂડ ફિલ્મ 5 વેડિંગ્સનું કામકાજ શરૂ છે.

એવોર્ડ્સ
વર્ષ 2012માં તેને અને રણબીરને હોટેસ્ટ પેરનો આઇફા એવોર્ડ એનાયત થયો હતો. વર્ષ 2015માં તેને મેં તેરા હીરો માટે લાઇફ ઓકે નાઉનો બેસ્ટ સપોર્ટિંગ એક્ટર-ફીમેલ, બોલિવૂડ લાઇફ એવોર્ડનો મોસ્ટ મોટિવેશનલ સેલેબ ઓન સોશિયલ મીડિયા અને ફિલ્મફેરનો ગ્લેમર એન્ડ સ્ટાયલ એવોર્ડ પણ એનાયત થયો હતો.

સોશિયલ મીડિયા
નરગિસ ફખરી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે અવાર-નવાર સોશિયલ મીડિયા પર અને ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના હોટ ફોટોઝ પોસ્ટ કરતી રહી છે. સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતાં તેને આવડે છે. બાલીના હોલિડે પરથી પરત ફર્યાના થોડા સમય બાદ તેણે બાલી હોલિડેને મિસ કરતી હોવાના કેપ્શન સાથે કેટલાક હોટ ફોટોઝ પોસ્ટ કર્યાં હતા.

કિકમાં આઇટમ સોન્ગ
નરગિસને તેની ફિલ્મ કરતાં પણ વધુ પોપ્યૂલારિટી મળી, એક આઇટમ સોન્ગથી. તેણે સલમાનની ફિલ્મ કિકમાં આઇટમ સોન્ગ કર્યું હતું. આથી સલમાનની લોકપ્રિયતાનો થોડો લાભ નરગિસને પણ મળ્યો. તેનું સોન્ગ જે મેનું યાર ના મિલે સુપરહિટ થયું હતું.

અહીં વાંચો
પૂનમે તેના ફેન્સને કંઇક બોલ્ડ આપવાનું પ્રોમિસ કર્યું હતું, જે પ્રોમિસ પૂર્ણ કરવા તેણે ત્રણ તસવીરો શેર કરી હતી. જે જોઇ ગૂગલે તેને બેન કરી દીધી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
