Pics : સૈફની નબળાઈ કરીના નહીં, ઘડિયાળ છે!
મુંબઈ, 6 જુલાઈ : બૉલીવુડના છોટે નવાબ એટલે કે સૈફ અલી ખાનની નબળાઈ તેમના નાના બેગમ એટલે કે કરીના કપૂર નહીં, પણ તે ઘડિયાળ છે કે જે તેમને તેમના અબ્બાજાન મંસૂર અલી ખાન પટૌડીએ આપી હતી. આ ખુલાસો પોતે સૈફ મિયાએ લોકો સમક્ષ કર્યો છે, પણ આ બાબત માટે તેઓ બૉલીવુડને જવાબદાર ગણાવે છે, કારણ કે બૉલીવુડના કારણે જ તેમની પાસે ઘડિયાળોનું કલેક્શન થઈ શક્યું છે અને હાલત એ છે કે તેમની પાસે આજે સેકડો ઘડિયાળો છે.
છેલ્લે ગો ગોવા ગોન ફિલ્મમાં દેખાયેલાં સૈફ અલી ખાન પાસે આજે વિંટેજ ઓમેગાથી લઈ લેંજ એન્ડ સોની, પાટેક ફિલિપી, જૅગર લીકોલ્તર, આઈડબ્લ્યૂસી, ઓમેગા તથા રૉલેક્સ સુધીના તમામ મોંઘા કલેક્શન મોજૂદ છે. જોકે સૈફે જણાવ્યું - કરીના કપૂર મારી પસંદગી-નાપસંદગીને સારી રીતે જાણે છે. તેથી તેણે પણ મને ઘણી બધી ઘડિયાળો ગિફ્ટ કરી છે. તેના માટે હું તેને કાયમ થૅંક્સ બોલુ છું.
એવું નથી કે સૈફ અલી ખાન સાથે જ આવું થાય છે. બૉલીવુડ જગતના એવા અનેક સિતારાઓ છે કે જેમની કોઈને કોઈ નબળાઈ હોય છે કે જેના વગર તેઓ જીવનની કલ્પના પણ નથી કરી શકતાં. તેવા લોકો પોતાના શોખ પાછળ ઘણા પૈસા ખર્ચી નાંખતા હોય છે.

સૈફ અલી ખાન
સૈફ અલી ખાનને પોતાના હાથે જુદા-જુદા પ્રકારની ઘડિયાળો પહેરવાનો શોખ છે. તેમની ફેવરિટ ઘડિયાળ તેમના પિતા મંસૂર અલી ખાન પટોડી દ્વારા ગિફ્ટ અપાયેલ છે કે જે તેમના દિલની નજીક છે.

કરીના કપૂર
સૈફના બેગમ કરીના કપૂરને જૂતા-ચપ્પલો પહેરવાનો શોખ છે. ઉપરાંત તેમની પાસે લેધર બૅગ્સનું પણ કલેક્શન છે.

અમિતાભ બચ્ચન
સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને પેન રાખવાનો શોખ છે. તેમની પાસે દુનિયાની ચુનંદા કમ્પનીઓની પેન છે.

સલમાન ખાન
બૉલીવુડના દબંગ સલમાન ખાન એમ તો ખૂબ રૂડ દેખાય છે, પણ તેમની નબળાઈ તેમની પેંટિંગ્સ છે. તેઓ ખાલી સમયે પેંટિંગ્સ કરવાનું પસંદ કરે છે.

જુહી ચાવલા
જુહી ચાવલાને ભારતીય વસ્ત્રોનો શોખ છે. તેઓ સામાન્ય રીતે કપડાં ખરીદતાં મળી આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
