બહેન કાજોલે હંમેશા મનોબળ વધાર્યું : તનીષા
મુંબઈ, 12 જૂન : અભિનેત્રી તનીષા મુખર્જી પોતાના માતા તેમજ બહેનની જેમ સફળ અભિનેત્રી ન બની શક્યાં, પણ તેમના સહકાર માટે તેમના પ્રત્યે ધન્યતા અનુભવે છે. તેમના માતા તનુજા તથા બહેન કાજોલે હંમેશા તેમની મદદ કરી અને તેમનો ઉત્સાહ વધાર્યો, તનીષા કહે છે કે તેમનો ઉદ્દેશ પોતાની આશાઓ ઉપર જીવવું છે.

તનીષાએ લગભગ એક દાયકા અગાઉ પોતાના બહેન કાજોલના પગલે ચાલતાં શશ્શ્શ... ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો. પછી તેમણે ટૅંગો ચાર્લી, સરકાર તથા નીલ એન્ડ નિક્કી જેવી ફિલ્મો કરી, પણ કાજોલ જેવા સફળ ન થઈ શક્યાં. તનીષાએ જણાવ્યું - મારૂ માનવું છે કે જો આપ પોતાના અંગત જીવનમાં મજબૂત ન હોવ, તો કાર્યમાં ક્યારેય સફળ નહિં થઈ શકો.
તનીષા એક પ્રતિષ્ઠિત ફિલ્મી પરિવાર સાથે સમ્બંધ ધરાવે છે. તેમના નાની શોભના સમર્થ 50ના દાયકાના જાણીતા અભિનેત્રી હતાં અને દાદા સશધર મુખર્જી હિન્દી સિનેમાના અગ્રણી ચહેરાઓમાં ગણાય છે. તનીષાના પિતા સોમૂ મુખર્જીએ સંગદિલ સનમ તથા પત્થર કે સનમ જેવી ફિલ્મો બનાવી છે.
તનીષા મુખર્જી માને છે કે તેમના પરિવારની પ્રતિષ્ઠિત ફિલ્મી પૃષ્ઠભૂમિએ દરેકની અપેક્ષાઓ તેમના પ્રત્યે વધારી દીધી. તેઓ ક્યારેય સિનેમામાંથી ગાયબ નહોતા થયાં. તેઓ કહે છે - હું હંમેશા સિનેમા સાથે જોડાયેલી રહી છું અને આગળ પણ રહીશ. ભલે હું એક સમયે કૅમેરા સામે ન રહું, ત્યારે હું ફિલ્મ નિર્માણમાં વ્યસ્ત હતી. તનીષા બૉલીવુડ ઉપરાંત પ્રાદેશિક ભાષાઓની ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
