માત્ર સેક્સની ગાથા નથી મર્ડર 3 : અદિતી રાવ હૈદરી
મુંબઈ, 31 જાન્યુઆરી : મર્ડર 3 માત્ર સેક્સની ગાથા નથી, પણ તે એક નવી વાર્તા અને નવી વિચારસરણીને જન્મ આપનાર દમદાર ફિલ્મ છે. તેને દર્શકો જરૂર પસંદ કરશે. મલ્ટી રિલેશન સેક્સની વાત જરૂર આ ફિલ્મ કરે છે, પરંતુ આ ઉપરાંત પણ ફિલ્મમાં ઘણુ બધુ છે કે જે લોકોને જરૂર સારૂં લાગશે. હવે ફિલ્મનો વિષય એટલો બોલ્ડ છે, તો સ્વાભાવિક છે ફિલ્મમાં બોલ્ડ દૃશ્યો પણ હશે, પરંતુ છતાંય ફિલ્મ ખૂબ રોમાંચક અને રસપ્રદ છે.

આમ કહેવું છે ફિલ્મના અભિનેત્રી અદિતી રાવ હૈદરીનું કે જેઓ હાલ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. મર્ડર 3 અંગે આજે યોજાયેલ પ્રેસ કૉન્ફરંસ દરમિયાન અદિતીએ જણાવ્યું કે ફિલ્મ તેમના માટે ખૂબ જ ખાસ છે અને તેઓ તેને લઈને ઉત્સાહિત પણ છે. એવું જ કંઈક કહેવું છે ફિલ્મના દિગ્દર્શક વિશેષ ભટ્ટનું પણ. પ્રથમ વાર ફિલ્મનું દિગ્દર્શન કરતાં વિશેષ જણાવ્યું કે ફિલ્મની વાર્તા એટલી સારી છે કે જેથી તેઓ દિગ્દર્શન કરવા પ્રેરાયાં. ફિલ્મ 14મી ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની છે.
ફિલ્મમાં લીડ રોલ રણદીપ હુડા, અદિતી રાવ હૈદરી, મોના લીઝા તથા પાકિસ્તાની અભિનેત્રી સારા લૉરેન પણ છે. ફિલ્મની ચર્ચા બોલ્ડ દૃશ્યોના કારણે છે. કહે છે કે રણદીપે આ ફિલ્મમાં ઇંટીમેટ સીન્સની બાબતમાં ઇમરાન હાશમીને પણ મ્હાત કર્યાં છે. જોકે મહેશ ભટ્ટ અગાઉ જ કહી ચુક્યાં છે કે મર્ડર 3 ફિલ્મ મલ્ટી સેક્સ રિલેશનની હિમાયત કરે છે. તેમનો દાવો છે કે આ ફિલ્મ લોકોની વિચારસરણી બદલવામાં મદદ કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
