આવતા વર્ષે શરૂ થશે મુન્નાભાઈ દિલ્હી ચલેનું શૂટિંગ
મુંબઈ, 4 માર્ચ : કેટલાંક પાત્રો એવાં હોય છે કે જે માણસના મનો-મસ્તિષ્ક ઉપર એવી રીતે વસી જાય છે કે લોકો વારંવાર તેમના અંગે જાણવા અને વાંચવા માંગે છે. એવા જ બૉલીવુડના પાત્રો છે મુન્નાભાઈ અને સર્કિટ. મુન્નાભાઈ સિરીઝની સિક્વલ જોવા લોકો આતુર હોય, તે સ્વાભાવિક છે અને તેમના માટે એક સારા સમાચાર એ છે કે હવે મુન્નાભાઈ સિરીઝની ત્રીજી ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષના આરંભે શરૂ થવાની છે.

દિગ્દર્શક સુભાષ કપૂરે જણાવ્યું છે કે તેઓ વર્ષ 2014ના આરંભિક મહીનાઓમાં મુન્નાભાઈ ચલે દિલ્હી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દેશે. મુન્નાભાઈ એમબીબીએસ અને લગે રહો મુન્નાભાઈ બાદ હવે મુન્નાભાઈ ચલે દિલ્હી ફિલ્મમાં પણ જૂની જોડી સંજય દત્ત અને અરશદ વારસી જ નજરે પડનાર છે. એક મહત્વના પાત્ર બોમન ઈરાની આ ફિલ્મનો પણ ભાગ હશે. જોકે ફિલ્મના અભિનેત્રી અંગે હજુ કંઈ ખુલાસો કરાયો નથી. મુન્નાભાઈ એમબીબીએસમાં ગ્રેસી સિંહ તથા લગે રહો મુન્નાભાઈમાં વિદ્યા બાલન હતાં.
ફિલ્મના નિર્માતા વિધુ વિનોદ ચોપરા છે. તેમને પુરતો વિશ્વાસ છે કે સુભાષ કપૂર પુરતી પ્રામાણિકતા સાથે મુન્નાભાઈના પાત્ર સાથે ન્યાય કરશે. અગાઉની બંને ફિલ્મોનું દિગ્દર્શન રાજકુમાર હીરાણીએ કર્યુ હતું. જોઇએ છેલ્લી બંને ફિલ્મો દ્વારા લોકોને જાદુની ઝપ્પી અને ગાંધીગિરી શિખવાડ્યા બાદ આ વખતના મુન્નાભાઈ લોકોને કયો પાઠ ભણાવે છે. રાજકુમાર હીરાણી મુન્નાભાઈ ચલે દિલ્હીને પણ દિગ્દર્શિત કરવા ઇચ્છતા હતાં, પરંતુ હાલ તેઓ આમિર ખાન સાથે પીકે ફિલ્મમાં વ્યસ્ત છે. તેથી આ વખતે દિગ્દર્શનના સૂત્રો સુભાષ કપૂરને સોંપાયા છે કે જેઓ હાલ જૉલી એલએલબીના દિગ્દર્શનમાં વ્યસ્ત છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
