Pics : દીવાળીએ નહીં, હવે ધનતેરસે આવશે સુપર હીરો ક્રિશ
મુંબઈ, 3 ઑક્ટોબર : આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક રાકેશ રોશન નિર્મિત ક્રિશ 3નો ઇંતેજાર કરતાં લોકો માટે સારા સમાચાર છે કે હવે ક્રિશ 3 ફિલ્મ 3જી નહીં, પણ 1લી નવેમ્બરે રિલીઝ થશે. આ અંગે માહિતી આપતાં રાકેશે જણાવ્યું કે ફિલ્મ વિતરકો તેમજ પ્રદર્શકોનો નિર્ણય હતો કે ફિલ્મ 1લી નવેમ્બરે રિલીઝ થવી જોઇએ. હું તેમના નિર્ણયથી સંમત છું. તેથી હવે ફિલ્મ 1લી નવેમ્બરે એટલે કે ધનતેરસે રિલીઝ થશે. દીવાળી 3જી નવેમ્બરે છે.
રાકેશે જણાવ્યું - દીવાળી રવિવારે હશે. તેથી ફિલ્મને તે અગાઉ રિલીઝ કરવું સારૂં રહેશે. ક્રિશ 3 ફિલ્મ ખૂબ જ ચર્ચિત થઈ ગઈ છે. યૂ ટ્યુબ ઉપર પણ આ ફિલ્મ અને તેના હીરો હૃતિક રોશન હિટ થઈ ગયાં છે. ફિલ્મનું ટ્રેલર 5મી ઑગસ્ટે રિલીઝ કરાયુ હતું અને તેને માત્ર પાંચ જ મિનિટમાં 1 કરોડ 35 લાખ લોકોએ જોઈ નાંખ્યુ હતું.
એક્શન અને ગ્રાફિક્સની કમાલ ધરાવતી ક્રિશ 3 ફિલ્મ અગાઉ દીવાળીએ એટલે કે 3જી નવેમ્બરે રિલીઝ થવાની હતી, પરંતુ હવે નવા નિર્ણય મુજબ ફિલ્મ 1લી નવેમ્બરે એટલે કે ધનતેરસે રિલીઝ થશે. ફિલ્મમાં હૃતિક રોશન અને પ્રિયંકા ચોપરા ઉપરાંત કંગના રાણાવત તેમજ વિવેક ઓબેરૉય પણ છે. હૃતિક રોશન ટ્રિપલ રોલમાં છે, તો કંગના રાણાવત સુપર વુમન તરીકે દેખાશે કે જેના માટે તેમણે ચાર કિલો વજન ઉતાર્યું છે.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

ધનતેરસે રિલીઝ થશે ક્રિશ 3
આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક રાકેશ રોશન નિર્મિત ક્રિશ 3નો ઇંતેજાર કરતાં લોકો માટે સારા સમાચાર છે કે હવે ક્રિશ 3 ફિલ્મ 3જી નહીં, પણ 1લી નવેમ્બરે રિલીઝ થશે.

કંગના સુપર વુમન
ક્રિશ 3માં સેક્સી કંગના સુપર વુમનના રોલમાં છે કે જેના અંગે તેઓ બહુ ઉત્સાહિત છે.

ઇંટીમેટ થયાં કંગના
ક્રિશ 3માં ભલે વિલનનો રોલ કરતાં હોય કંગના રાણાવત, પરંતુ તેમણે હૃતિક રોશન સાથે ઘણાં ઇંટીમેટ દૃશ્યો આપ્યાં છે.

પ્રિયંકા લગાતાર
ક્રિશ 3 ફિલ્મમાં પ્રિયંકા ચોપરા સતત બીજી વાર હૃતિકના હીરોઇન બન્યાં છે. પ્રિયંકા ક્રિશ સિરીઝની બીજી ફિલ્મ ક્રિશમાં પણ હતાં. પ્રથમ ફિલ્મ કોઈ મિલ ગયામાં પ્રીતિ ઝિંટા હતાં.

હૃતિક ટ્રિપલ રોલમાં
ક્રિશ 3માં હૃતિક રોશન ટ્રિપલ રોલમાં છે, તો કંગના રાણાવત સુપર વુમન તરીકે દેખાશે કે જેના માટે તેમણે ચાર કિલો વજન ઉતાર્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
