જુલાઈમાં જમાવટ : વિદ્યા, આલિયા અને સલમાન મચાવશે ધમાલ...
મુંબઈ, 1 જુલાઈ : બૉલીવુડ ફિલ્મોના શોખીનો માટે ગુડ ન્યુઝ છે કે આ અઠવાડિયે અને આ મહીને અનેક સારી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે.
જુલાઈ 2014માં રિલીઝ થનાર ફિલ્મોમાં સૌથી મહત્વની અને મોસ્ટ અવેટેડ ફિલ્મ છે કિક કે જેમાં સલમાન ખાન છે. જય હો ફિલ્મ ફ્લૉપ થયા બાદ સલમાનની આ વર્ષે બીજી ફિલ્મ આવી રહી છે કે જે ઈદ પ્રસંગે રિલીઝ થવાની છે. ફિલ્મનું ગીત જુમ્મે કી રાત... પણ ખૂબ ચર્ચામાં છે. સાજિદ નડિયાદવાલા દિગ્દર્શિત કિક ફિલ્મમાં જૅકલીન ફર્નાન્ડીઝ પણ છે કે જેઓ પહેલી વાર સલમાન ખાન સાથે આવી રહ્યાં છે.
ઉપરાંત વિદ્યા બાલન અભિનીત બૉબી જાસૂસ ફિલ્મનો પણ લોકોને સારો એવો ઇંતેજાર છે. વિદ્યાએ આ ફિલ્મમાં વિવિધ 12 લુક ધર્યા છે, તો વધુ એક મોસ્ટ અવેટેડ ફિલ્મ હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા છે કે જેમાં લોકો આલિયા ભટ્ટ અને વરુણ ધવનની હૉટ કેમેસ્ટ્રી જોવા આતુર છે. આ ફિલ્મમાં આલિયા-વરુણનુ હૉટ લિપલૉક પણ છે. વધુ એક ફિલ્મ હેટ સ્ટોરી 2 અંગે પણ લોકો ઉત્સાહિત છે કે જે હૉટનેસથી ભરપૂર છે અને હેટ સ્ટોરીની સિક્વલ છે.
ચાલો તસવીરો સાથે બતાવીએ જુલાઈ 2014ની મોસ્ટ અવેટેડ ફિલ્મો :

લેકર હમ દીવાના દિલ
રિલીઝ ડેટ : 4થી જુલાઈ, 2014
પ્રકાર : કૉમેડી, રોમાંસ
કલાકારો : અરમાન જૈન અને દીક્ષા સેઠ
ખાસિયત : લેકર હમ દીવાના દિલ ફિલ્મની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના દ્વારા ગ્રેટ શો મૅન રાજ કપૂરના દોહિત્ર અરમાન જૈન ડેબ્યુ કરી રહ્યાં છે.

બૉબી જાસૂસ
રિલીઝ ડેટ : 4થી જુલાઈ, 2014
પ્રકાર : કૉમેડી, રોમાંસ
કલાકારો : વિદ્યા બાલન, અલી ફઝલ, સુપ્રિયા પાઠક
ખાસિયત : જાસૂસી પર આધારિત આ ફિલ્મમાં વિદ્યાએ બાર અવતાર ધર્યા છે અને તે જોવા લોકો આતુર છે.

હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા
રિલીઝ ડેટ : 11મી જુલાઈ, 2014
પ્રકાર : કૉમેડી, રોમાંસ
કલાકારો : વરુણ ધવન અને આલિયા ભટ્ટ
ખાસિયત : આલિયા ભટ્ટ અને વરુણ ધવનની જોડીની આ બીજી ફિલ્મ છે, તો આલિયા સતત ચોથી ફિલ્મમાં લિપલૉક આપી ચર્ચામાં છે.

હેટ સ્ટોરી 2
રિલીઝ ડેટ : 18મી જુલાઈ, 2014
પ્રકાર : એડલ્ટ, થ્રિલર
કલાકારો : સુશાંત સિંહ, સુરવીન ચાવલા અને જય ભાનુશાળી
ખાસિયત : હેટ સ્ટોરીની સિક્વલ હેટ સ્ટોરી 2 ફિલ્મ એક એડલ્ટ અને થ્રિલર ફિલ્મ છે. હેટ સ્ટોરીમાં પાઓલી ડૅમ હતાં, તો 2માં સુરવીન ચાવલા પોતાની હૉટનેસ પાથરી રહ્યાં છે. ફિલ્મમાં સન્ની લિયોનનું પિંક લિપ્સ... આયટમ સૉંગ પણ યૂએસપી બની રહેવાની શક્યતા છે.

પિઝ્ઝા (3ડી)
રિલીઝ ડેટ : 18મી જુલાઈ, 2014
પ્રકાર : હૉરર, થ્રિલર
કલાકારો : અક્ષય ઓબેરૉય, પાર્વતી ઓમનકુટ્ટન, દીપન્નિતા શર્મા, અરુણોદય સિંહ
ખાસિયત : આ એક હૉર, થ્રિલર ફિલ્મ છે.

અમિત સાહની કી લિસ્ટ
રિલીઝ ડેટ : 18મી જુલાઈ, 2014
પ્રકાર : કૉમેડી, રોમાંસ
કલાકારો : વીર દાસ, વેગા ટામોટિયા, કવિ શાસ્ત્રી, અનિંદિતા નાયક
ખાસિયત : આ ફિલ્મમાં લગ્ન વાંછુ અમિત સાહનીની વાર્તા છે કે જે લગ્ન માટે યુવતીઓની યાદી બનાવે છે.

રિયાસત
રિલીઝ ડેટ : 18મી જુલાઈ, 2014
પ્રકાર : ડ્રામા
કલાકારો : રાજેશ ખન્ના, ગૌરી કુલકર્ણી, આર્યન વૈદ, આર્યમાન રામસે, રઝા મુરાદ
ખાસિયત : આ રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મ છે અને આ જ આ ફિલ્મની સૌથી મોટી ખાસિયત છે. લોકોને રાજેશ ખન્નાને છેલ્લી વાર પડદે જોવાની ચોક્કસ આતુરતા હશે.

કોલકાતા જંક્શન
રિલીઝ ડેટ : 18મી જુલાઈ, 2014
પ્રકાર : થ્રિલર
કલાકારો : નસીરુદ્દીન શાહ, કે કે મેનન, જિમી શેરગિલ, સોનાલી કુલકર્ણી
ખાસિયત : એક ફિલ્મમાં ત્રણ શાનદાર કલાકારો છે. 78 વર્ષ પહેલા ત્રણ વ્યક્તિઓ જનરલ સિમ્સન (ઇંસ્પેક્ટર જનરલ ઑફ પ્રિઝન)ની હત્યામાં સંડોવાય છે અને ડેસ્ટિની તેમને ડેથ તરફ લઈ જાય છે.

કિક
રિલીઝ ડેટ : 25મી જુલાઈ, 2014
પ્રકાર : કૉમેડી, થ્રિલર
કલાકારો : સલમાન ખાન, જૅકલીન ફર્નાન્ડીઝ, રણદીપ હુડા, નવાઝુદ્દીન સિદ્દીકી અને મિથુન ચક્રવર્તી
ખાસિયત : આ એક કૉમેડી એક્શન થ્રિલર ફિલ્મ છે કે જેમાં સલમાન-જૅકલીન લીડ રોલમાં છે. નિર્માતા સાજિદ નડિયાદવાલા કિક સાથે દિગ્દર્શક તરીકે ડેબ્યુ કરી રહ્યાં છે. કિક 2009માં આવેલી રવિ તેજા અભિનીત તેલુગુ ફિલ્મ કિકની રીમેક છે.












Click it and Unblock the Notifications
