FIR થવા પર ઉર્ફી જાવેદે તોડી ચુપ્પી, કહ્યું- આટલી તો રેપિસ્ટો પર નથી થતી..!!
ઉર્ફી જાવેદ પોતાની અતરંગી ક્લોથિંગ સ્ટાઈલને કારણે સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચામાં રહે છે. લોકો તેને ઘણીવાર ટ્રોલ પણ કરતા હોય છે. ઉર્ફી આ વખતે તે પોતાની સ્ટાઈલને કારણે કાયદાકીય ચુંગલમાં ફસાઈ ગઈ છે. રિપોર્ટ્સ અનુસાર, ઉર
ઉર્ફી જાવેદ પોતાની અતરંગી ક્લોથિંગ સ્ટાઈલને કારણે સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચામાં રહે છે. લોકો તેને ઘણીવાર ટ્રોલ પણ કરતા હોય છે. ઉર્ફી આ વખતે તે પોતાની સ્ટાઈલને કારણે કાયદાકીય ચુંગલમાં ફસાઈ ગઈ છે. રિપોર્ટ્સ અનુસાર, ઉર્ફી જાવેદ વિરુદ્ધ દિલ્હીમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઉર્ફી જાવેદે એફઆઈઆર નોંધાવા અને લોકો પર ટિપ્પણી કરવા પર મૌન તોડ્યું છે.

FIR બાદ ઉર્ફી જાવેદે તોડી ચુપ્પી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોન્ટ્રોવર્સી ક્વીન ઉર્ફી જાવેદ વિરુદ્ધ દિલ્હીમાં FIR દાખલ કરવામાં આવી છે. તાજેતરમાં જ ઉર્ફી જાવેદનુ સોન્ગ 'હાય હાય યે મજબૂરી' રિલીઝ થયુ હતુ. આ ગીતમાં અભિનેત્રીએ રિવીલિંગ ડ્રેસ પહેર્યો હતો. જે બાદ અભિનેત્રી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જો કે, આ કોણે કર્યું તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી. હવે અભિનેત્રીએ આ અંગે મૌન તોડ્યું છે.

લોકો કહે છે મારે પબ્લિસિટી જોઇએ છે
ઇન્સ્ટન્ટ બોલિવૂડ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં ઉર્ફી જાવેદ કહે છે, "આ ખૂબ જ અજીબ વાત છે, આ લોકો મને કહે છે કે મને પબ્લિસિટી જોઈએ છે, અને આ એ જ લોકો છે જે પ્રમોશન અને ધ્યાન મેળવવા માટે મારા નામનો ઉપયોગ કરી રહ્યા છે".

આટલી તો રેપિસ્ટ પર....
ઉર્ફી જાવેદ આનાથી અટકી નહીં, તેણે આગળ કહ્યું, "કોઈ પણ બળાત્કારી વિરુદ્ધ એટલી બધી FIR નથી જેટલી મારી વિરુદ્ધ નોંધાઈ રહી છે. આ કોઈ અફઘાનિસ્તાન કે તાલિબાન નથી, શું તમે એવું જીવવા માંગો છો? મારે મારા શરીર પર શું કરવું જોઈએ? 'લોકો ને શુ કે હુ શુ લપેટી રહી છું કે હું શું પહેરું છું? ભારત તાલિબાન કે અફઘાનિસ્તાન નથી. સ્ત્રી કે છોકરીએ શું પહેરવું તે તમે કંટ્રોલ કરી શકશો નહી.

સુનિલ પાલે ઉર્ફી જાવેદ પર કસ્યો સકંજો
તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ સાથે આ પહેલીવાર નથી. તેના બદલે, તે ઘણીવાર તેના અતરંગી ડ્રેસિંગ માટે હેડલાઇન્સમાં રહે છે. આ પહેલા પ્રખ્યાત કોમેડિયન સુનીલ પાલે પણ તેના આઉટફિટ પર કટાક્ષ કર્યો હતો. એટલે સુધી કે તેણે ઉર્ફી જાવેદને પાગલ પણ કહી દીધી હતી. તેણે કહ્યું હતું કે, "યે ઉર્ફી જાવેદ પગલા ગયી હૈ ક્યા, હું ઉર્ફી વિરુદ્ધ ફરિયાદ કરનાર મહિલાને ધન્યવાદ આપવા માંગુ છું".

ઉર્ફી જાવેદનો નવો લુક વાયરલ
ઉર્ફી જાવેદ તાજેતરમાં એક નવા લૂકમાં જોવા મળી હતી. જેમાં તેણે સફેદ મોનોકિની પહેરી હતી. આ સાથે તેણે બીડ્સની સ્કર્ટ પહેરી હતી. તેણે આઉટલુક પૂર્ણ કરવા માટે સફેદ હીલ પહેરી હતી. ઉપરાંત, ઉર્ફી પોની ટેલ હેરસ્ટાઇલ કરીને કહેર મચાવી રહી હતી. હાલમાં તેનો આ લુક સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
