મોહં જો દડો vs રુસ્તમ: 1st એ કોણે કરી બોક્સ ઓફિસ વધુ કમાણી?
12 ઓગસ્ટના રોજ બોલીવૂડની બે મોટી ફિલ્મો એક સાથે રિલિઝ થઇ એક અક્ષય કુમાર સ્ટારર રુસ્તમ તો બીજી રિતિક રોશન સ્ટારર મોહેં જો દડો. બન્ને ફિલ્મ પોત પોતાની રીતે ખાસ હતી. બન્નેએ મોટા પ્રમાણમાં પ્રમોશન પણ કર્યું હતું પણ દર્શકોને કંઇ ફિલ્મ વધુ પસંદ આવી તેનો જવાબ દર્શકોએ પહેલા દિવસના બોક્સ ઓફિસ કલેક્શનમાં જ આપી દીધો.
પહેલા જ દિવસે અક્ષય કુમારની ફિલ્મ રુસ્તમે મોહેં જો દડોથી બાજી મારી લઇને 14 કરોડની કમાણી કરી લીધી. અને આશુતોષ ગોવારીકરની ગ્રાન્ડ ફિલ્મ મોહં જો દડોને 12 કરોડની કમાણી સાથે જ ખુશ થવું પડ્યું. જો કે જાણકારોનું માનવું છે કે ફિલ્મની રિલિઝ બાદ 15મી ઓગસ્ટનું લોંગ વિકેન્ડ આવે છે ત્યારે બની શકે કે આ બન્ને ફિલ્મો પોત પોતાની રીતે સારી કમાણી કરી લે.
જો કે આ કેસમાં પણ અક્ષય કુમારની ફિલ્મ રુસ્તમની વધુ કમાણીની શક્યતા રહેલી છે કેમ જાણો અહીં...

અક્ષય કુમાર vs રિતિક રોશન
અક્ષય કુમારની એરલિફ્ટ ફિલ્મે આ વર્ષની શરૂઆતમાં સારી કમાણી કરી છે. વધુમાં આ વર્ષે તેમણે એક પછી એક હિટ ફિલ્મો આપી છે. તો બીજી તરફ રિતિક રોશન પાછલા કેટલાક સમયથી ફ્લોપ ફિલ્મો આપી રહ્યા છે. જેની અસર તેમની આ ફિલ્મ પર પણ થવાની જ છે.

ફિલ્મની સ્ટોરીમાં દમ
બન્ને ફિલ્મો એક રીતે પિરીયોડિક ડ્રામા છે. પણ રુસ્તમની સ્ક્રિપ્ટ, મોહેં જો દડો કરતા વધુ સ્ટ્રોંગ છે. અને આ જ કારણ છે કે દર્શકો રુસ્તમ ફિલ્મ માટે વધુ આકર્ષિત થયા છે.

વર્દી અને અક્ષય કુમાર
વર્દી અને અક્ષય કુમાર બન્ને એક બીજાને અદ્ધભૂત રીતે ફીટ થાય છે. અને ઇતિહાસ સાક્ષી છે જ્યારે જ્યારે અક્ષય કુમારે આર્મી ઓફિસરના રોલ કર્યા છે ફિલ્મ હિટ સાબિત થઇ છે.

રિતીક રોશન અને એક્ટિંગ
રિતીક રોશનના લૂક અને એક્ટિંગ બન્નેમાં હવે તે પહેલા જોવો ચાર્મ નથી રહ્યો. એક સમય હતો જ્યારે રિતીક પાછળ અનેક છોકરીઓ પ્રાણ ન્યોછાવર કરતી હતી. પણ કંગના પ્રકરણ બાદ રિતિકની ઇમેજ અને ચાર્મ બન્ને થોડાક ઝાંખા પડ્યા છે.

લાંબો વીકેન્ડ
જો કે હજી 15મી ઓગસ્ટનો લોંગ વીકેન્ડ આવી રહ્યો છે. ત્યારે જાણકારોનું તો એ જ કહેવું છે કે આવનારા સમયમાં આ બન્ને ફિલ્મો રજાઓનો ફાયદો લઇને પોત પોતાની રીતે સારી કમાણી કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
