માઇક સાથે કામ કરશે અમિતાભ અને જ્હૉન અબ્રાહમ
મુંબઈ, 28 ઑક્ટોબર. બૉલીવુડના એંગ્રી યંગ મૅન અમિતાભ બચ્ચન જાણીતા દસ્તાવેજી ફિલ્મ નિર્માતા માઇક પાન્ડે સાથે ટુંકમાં જ નજરે પડનાર છે. સાથે જ હૉટ એન્ડ હૅન્ડસમ જ્હૉન અબ્રાહમ પણ તેમનો સાથ આપશે. ફિલ્મનું નામ છે રિટર્ન્સ ઑફ ધ ટાઇગર. આ માહિતી માઇક પાન્ડેએ પીટીઆઈને આપી.

માઇક પાન્ડેએ જણાવ્યું - હું ખૂબ ખુશ છું કે બૉલીવુડના બે મોટા અને હિટ નામો મારી ફિલ્મ સાથે જોડાશે, કારણ કે આ બંને કલાકારોના મોટી સંખ્યામાં ફ્રન્સ છે કે જે અમને જોઇએ. સૌથી સારી બાબત એ છે કે આ બંને કલાકારોએ પોતે જ આ ફિલ્મ સાથે જોડાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. બૉલીવુડ હવે આ પ્રકારની ડૉક્યુમેન્ટ્રીનો મહત્વ સમજવા લાગ્યું છે અને આ પ્રકારના સોશિયલ ઇશ્યુ સાથે જોડાવા તૈયાર પણ થઈ રહ્યું છે.
માઇકે આગળ જણાવ્યું - અમે જાણીએ છીએ કે કૉમર્શિયલ ફિલ્મો આજકાલ ડિમાંડમાં છે, પરંતુ અમે માત્ર ફિલ્મો શરૂ થતાં અગાઉના 10 મિનટ જ માંગી રહ્યાં છીએ. આજકાલ દર્શકો પણ દસ્તાવેજી ચિત્રોના મહત્વને સમજે છે અને જોવા માંગે છે, પરંતુ ખામી એ બાબતની છે કે આપણી પાસે આવી ડૉક્યુમેન્ટ્રી ફિલ્મો પ્રમોટ કરવા માટેનું પ્લેટફૉર્મ નથી. અમે સરકાર પાસે દૂરદર્શન ઉપર અમારી ડૉક્યુમેન્ટ્રી બતાવવાની માંગણી કરી રહ્યાં છીએ.
જોકે અમિતાભ બચ્ચન કે પછી જ્હૉન અબ્રાહમે આ બાબતને લઈ કોઈ ટિપ્પણી કરી નથી, પરંતુ માઇકની આ વાતથી તો સ્પષ્ટ છે કે અમિતાભ અને જ્હૉન માઇકની દસ્તાવેજી ફિલ્મનો ભાગ બનવા પૂર્ણત્વે તૈયાર છે. એમ પણ અમિતાભ હંમેશા સમાજ માટે કઈંકને કઈંક કરતાં જ રહે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
