વિકાસ બહેલે અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય પર માનહાનિનો કેસ કર્યો
મી ટુ બોલિવૂડમાં શરુ થયા પછી લોકો વચ્ચે મતભેદ જોવા મળી રહ્યા છે. હવે વિકાસ બહેલે આ મામલે અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાની પર 10 કરોડનો માનહાનિનો દાવો કર્યો છે.
મી ટુ બોલિવૂડમાં શરુ થયા પછી લોકો વચ્ચે મતભેદ જોવા મળી રહ્યા છે. હવે વિકાસ બહેલે આ મામલે અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાની પર 10 કરોડનો માનહાનિનો દાવો કર્યો છે. આપને જણાવી દઈએ કે વિકાસ બહેલ પર ક્વીન ફિલ્મની શૂટિંગ દરમિયાન કંગનાને ખોટી રીતે અડવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં પરંતુ સેટના મેમ્બરે પણ વિકાસ પર સેક્સુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો છે.
આ મામલે વિકાસ બહેલ વિરુદ્ધ જ તેમના મિત્ર અને પાર્ટનર અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાની ઘ્વારા આખો મામલો સાચો ગણાવવામાં આવ્યો છે. આ પછી વિકાસ બહેલ બંનેથી ગુસ્સે થઇ ગયા છે. તેમને બધાની વચ્ચે કહ્યું છે કે અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાની તેમને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે.
આ વાતથી ગુસ્સે થઈને વિકાસ બહેલે અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય પર 10 કરોડ રૂપિયાની માનહાનિનો કેસ કર્યો છે.

કંગનાએ વિકાસ બહેલ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો
મહિલા કર્મચારીના નિવેદનને કંગનાએ યોગ્ય ગણાવતા કહ્યું કે તેઓ તેનાથી સહમત છે. વિકાસ એવો જ માણસ છે, જેને રોજ રાત્રે એક નવી છોકરી જોઈએ છે. કંગનાએ કહ્યું કે વિકાસના લગ્ન વર્ષ 2014 દરમિયાન થયા હતા પરંતુ ક્વીન ફિલ્મની શૂટિંગ દરમિયાન તે રોજ રાત્રે એક નવી યુવતી સાથે શારીરિક સંબંધ બનાવતો હતો. કંગનાએ કહ્યું કે તેઓ તે સમયે જલ્દી સુઈ જતા હતા, ત્યારે વિકાસ તેને કહેતો હતો કે તે કૂલ નથી તેને એન્જોય કરતા નથી આવડતું.

વિકાસને રોજ રાત્રે નવી છોકરી જોઈએ છે: કંગના
કંગનાએ આગળ કહ્યું કે વિકાસ જયારે પણ મને મળતો ત્યારે તે મને ગળે લગાવતો અને મારા વાળની ખુશ્બુમાં ખોવાઈ જતો હતો. તેની સાથે તે મને જોરથી પકડી લેતો હતો. મને તેનાથી અલગ થવા માટે ખુબ જ તાકાત લગાવવી પડતી હતી. આજે આ બધું વિચારીને ઘૃણા આવે છે. પરંતુ તે સમયે મેં મારી જાતને સંભાળી અને વિકાસ આગળ કમજોર નહીં થઇ.

વિકાસે મારી સાથે વાત કરવાની બંધ કરી દીધી: કંગના
આ દરમિયાન વિકાસ મારી પાસે ફિલ્મની સ્ક્રીપટ લઈને આવ્યો હતો, આ એક યુવતીની કહાની હતી જે હરિયાણામાં ખેલમાં ગોલ્ડમેડાલિસ્ટ હતી. પરંતુ જયારે મેં પીડિત યુવતીનું સમર્થન કર્યું તો વિકાસે મારી સાથે વાત કરવાની બંધ કરી દીધી. જેને કારણે મારા હાથમાંથી ફિલ્મ પણ નીકળી ગઈ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
