Me Too: રેપનો આરોપ લગાવનાર વિંતા નંદા પર આલોક નાથે કર્યો માનહાનિનો કેસ
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી ‘સંસ્કારી' એક્ટર કહેવાતા આલોક નાથે પોતાના ઉપર બળાત્કાર અને યૌન શોષણનો આરોપ લગાવનાર વિંતા નંદા પર માનહાનિનો કેસ કર્યો છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી 'સંસ્કારી' એક્ટર કહેવાતા આલોક નાથે પોતાના ઉપર બળાત્કાર અને યૌન શોષણનો આરોપ લગાવનાર વિંતા નંદા પર માનહાનિનો કેસ કર્યો છે. નિર્માતા-લેખક વિંતા નંદાએ એક્ટર પર આરોપ લગાવ્યો હતો કે 20 વર્ષ પહેલા આલોક નાથે તેના પર બળાત્કાર અને યૌન શોષણ કર્યુ હતુ. ત્યારબાદ એક્ટ્રેસ સંધ્યા મૃદુલે પણ આલોક નાથ પર શરાબ પીને યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો.

વિંતા નંદા પર માનહાનિનો કેસ
અભિનેતા આલોક નાથે વિંતા નંદા પર માનહાનિનો કેસ કર્યો છે. લેખક-નિર્માતા વિંતા નંદાએ સોમવારે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા #Me Too કેમ્પેઈન હેઠળ પોતાની કહાની ફેસબુક પર શેર કરી હતી. પોતાની ફેસબુક પોસ્ટમાં યૌન શોષણનો ખુલાસો કરતા વિંતા નંદાએ જણાવ્યુ હતુ કે ઈન્ડસ્ટ્રીમાં ‘સંસ્કારી' નામથી જાણીતા આલોક નાથે તેના પર બળાત્કાર અને યૌન શોષણ કર્યુ હતુ. તેમના આરોપો બાદ બીજી મહિલાઓને પણ આલોક નાથ સામે બોલવાની હિંમત મળી હતી અને બે અન્ય મહિલાઓએ અભિનેતા પર સંગીન આરોપ લગાવ્યા.

સંધ્યા મૃદુલે આલોક નાથ પર લગાવ્યો યૌન શોષણનો આરોપ
‘હમ સાથ સાથ હે' ની એક ક્રૂ મેમ્બર અને એક્ટ્રેસ સંધ્યા મૃદુલે આલોક નાથ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. સંધ્યા મૃદુલે ખુલાસો કર્યો હતો કે આલોક નાથે શરાબના નથામાં તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. એક્ટર સાથે ઘણી સીરિયલો અને ફિલ્મોમાં કામ કરી ચૂકેલ હિમાની શિવપુરીએ પણ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે શરાબ પીધા બાદ આલોક નાથ એકદમ બદલાઈ જતા હતા અને તેમના આ વ્યક્તિત્વ વિશે ઈન્ડસ્ટ્રીમાં બધાને ખબર હતી.

યૌન શોષણના ખુલાસા
#MeToo કેમ્પેઈન દ્વારા મહિલાઓએ પોતાની સાથે પોતાના થયેલા યૌન શોષણનો ખુલાસો કર્યો છે. બોલિવુડમાં સુભાષ ઘાઈ, આલોક નાથ, નાના પાટેકર, રોનિત રૉય અને પિયુષ મિશ્રાના નામ યૌન શોષણના મામલામાં સામે આવ્યા છે. વળી, રાજકારણમાં પણ આરોપીઓને ખુલ્લા પાડવાની મુહીમ ચાલુ થઈ ગઈ છે. વિદેશ રાજ્યમંત્રી એમજે અકબર પર સાત મહિલા પત્રકારોએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
