#HotPics: બાહુબલીની શિવગામીનો આ બોલ્ડ અંદાજ તમે જોયો છે?
મળો બાહુબલીની શિવગામીને, આ એક્ટ્રેસ રમ્યા ક્રિષ્ણન રિયલ લાઇફમાં છે સુપર હોટ.
બાહુબલી 2 ભારતભરના થિયેટરમાં ધૂમ મચાવી રહી છે. લોકો કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો એ સવાલનો જવાબ શોધવામાં વ્યસ્ત છે. ત્યારે અમે અહીં ફિલ્મના અન્ય એક ઇન્ટરેસ્ટિંગ અને સ્ટ્રોંગ કેરેક્ટર વિશે વાત કરવા માંગીએ છે, એ છે શિવગામી. ફિલ્મમાં શિવગામીનું પાત્ર અત્યંત જાજરમાન અને ગૌરવવંતી રાજમાતાનું છે. આ પાત્ર ભજવનાર એક્ટ્રેસ નું નામ છે રમ્યા ક્રિષ્ણન. જે પોતાની રિયલ લાઇફમાં સુપર હોટ છે. વિશ્વાસ ન થતો હોય તો જુઓ આ તસવીરો..

રમ્યા ક્રિષ્ણન
46 વર્ષીય આ અભિનેત્રીએ અત્યાર સુધીમાં 200થી પણ વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને હિંદી ફિલ્મોમાં અભિનય કરી ચૂકી છે. જી હા, આ એક્ટ્રેસે બોલિવૂડની પણ કેટલીક નોંધપાત્ર ફિલ્મોમાં કામ કર્યું છે.

બડે મિયાં-છોટે મિયાં
ગોવિંદા અન અમિતાભ બચ્ચનને ડબલ રોલમાં ચમકાવતી ફિલ્મ 'બડે મિંયા-છોટે મિયાં'માં તે જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની અપોઝિટ કામ કર્યું હતું. આથી જ બાહુબલીમાં જોતાં વેંત ઘણા લોકોને રમ્યાનો ચહેરો અત્યંત જાણીતો લાગ્યો હતો.

બાહુબલીનું પાત્ર સૌથી યાદગાર
રમ્યા વર્ષ 1983થી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે, જે દરમિયાન તેણે 200થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. આમ છતાં, તેને ખરી ઓળખ મળી બાહુબલીના પાત્ર શિવગામીથી. શિવગામીના રોલ માટે તેના ખૂબ વખાણ થયા છે.

જાણીતા ડાયરેક્ટર્સ સાથે કર્યું છે કામ
રમ્યાએ ઘણી ઓછી હિંદી ફિલ્મો કરી છે, પરંતુ તેણે બોલિવૂડના જાણીતા ડાયરેક્ટર સાથે કામ કર્યું છે. જેમ કે, ડેવિડ ધવન, મહેશ ભટ્ટ, યશ ચોપરા, સુભાષ ઘાઇ, ફિરોઝ ખાન વગેરે. જો કે, બોલિવૂડની મોટા ભાગની ફિલ્મોમાં તે સાઇડના રોલમાં જ જોવા મળી છે.

13 વર્ષની ઉંમરે પહેલી ફિલ્મ
રમ્યાએ માત્ર 13 વર્ષની ઉંમરે ફિલ્મોમાં ઝંપલાવ્યું હતું. તેની પ્રથમ ફિલ્મ મલયાલમ ભાષામાં હતી, જો કે કોઇક કારણસર ફિલ્મ એક વર્ષ મોડી રિલીઝ થઇ હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેની પ્રથમ રિલીઝ હતી તમિલ ફિલ્મ વેલ્લાઇ મનસુ, જે વર્ષ 1985માં આવી હતી.

તેલુગુ ફિલ્મો
રમ્યાને 90ના દાયકામાં તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લીડિંગ એક્ટ્રેસ તરીકે સ્થાન મળ્યું હતું. 90ના દાયકામાં તેણે સાઉથમાં અનેક હિટ ફિલ્મો આપી હતી અને તે સમયના સુપરસ્ટાર્સ સાથે જોડી જમાવી હતી.

1988માં બોલિવૂડમાં ઝંપલાવ્યું
વર્ષ 1988માં તેની પહેલી બોલિવૂડ ફિલ્મ આવી હતી, જો કે આ ફિલ્મમાં તે એક ડાન્સરના રોલમાં જોવા મળી હતી. આથી તેને બોલિવૂડમાં ખાસ ઓળખ પ્રાપ્ત ન થઇ. આ ફિલ્મનું નામ હતું, દયાવાન.

બોલિવૂડ ફિલ્મો
આ સિવાય તે સુભાષ ઘાઇની ખલનાયકમાં પણ જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે સોફિયાનું પાત્ર ભજવ્યું હતું. યશ ચોપરાની પરંપરા(તારા), મહેશ ભટ્ટની ક્રિમિનલ(રમ્યા), ડેવિડ ધવનની બનારસી બાબુ(મધુબાલા), મહેશ ભટ્ટની ચાહત(રેશમા), ડેવિડ ધવનની બડે મિંયા છોટે મિંયા(નેહા)માં તે જોવા મળી હતી. તેની છેલ્લી બોલિવૂડ ફિલ્મ હતી વર્ષ 1998માં આવેલ વજૂદ.

બોલ્ડ અંદાજ
રમ્યા કિષ્ણનને બોલિવૂડમાં ખાસ સફળતા ન મળી, પરંતુ એ સમયમાં તેણે ફિલ્મોમાં ખાસા બોલ્ડ સીન આપ્યા હતા. જેને કારણે તે ખૂબ ચર્ચામાં આવી હતી.

પર્સનલ લાઇફ
વર્ષ 2003માં તેણે એક ફિલ્મ ડાયરેક્ટર સાથે લગ્ન કર્યા હતા. રમ્યાના હસબન્ડનું નામ છે ક્રિષ્ના વામસી, જે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અને નેશનલ એવોર્ડ વિનર ડાયરેક્ટર છે. તેમનો એક પુત્ર પણ છે, જેનું નામ છે રિત્વિક.

અહીં વાંચો
ફિલ્મ બાહુબલી 2 ધ કનક્લૂઝન રિલીઝ થઇ ચૂકી છે અને બે વર્ષથી સૌના મનમાં ભમી રહેલ સવાલનો જવાબ અમને મળી ગયો છે. કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? વાંચો અહીં..
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
