મહાત્મા ગાંધી : એક વિષય કે જેની ઉપર ઘણી ફિલ્મો બની શકે
અમદાવાદ, 2 ઑક્ટોબર : મહાત્મા ગાંધી. આ નામ પહેલા ઘણા સંબોધન લગાવવામાં આવે છે. મહાત્મા ગાંધી, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ઘણા સંબોધન લગાવાય છે, કારણ કે મોહનદાસ કરમચંદ ગાંધી કોઈ વ્યક્તિ નહીં, પણ એક વિષય હતાં. એક એવો વિષય કે જેની ઉપર એક નહીં, અનેક ફિલ્મો કંડારી શકાય છે.
રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીનો આજે 144મો જન્મ દિવસ છે. પોરબંદરમાં જન્મેલા આ મહાન સપૂતે ઘણા વાદ-વિવાદ વચ્ચે દેશના આઝાદ કરાવ્યો અને છેલ્લે તેમની હત્યા કરી દેવાઈ. ગાંધીજીની હત્યા બાદ પણ તેમના વિચારોની પ્રાસંગિકતા કાયમ જળવાઈ રહી છે અને તેનાથી બૉલીવુડ પણ સતત પ્રભાવિત થતું રહ્યું છે. બૉલીવુડે અનેક ફિલ્મો દ્વારા ગાંધીજીને પડદા ઉપર જીવંત કરવાનો પ્રયત્ન કર્યાં છે અને તે પ્રયત્નો સફળ પણ રહ્યાં છે.
જોકે એ ભારતીય સિનેમાની કનમસીબી કહેવાય કે ગાંધીજી ઉપર સૌથી મહત્વની જે ફિલ્મ ગાંધી બની, તે બૉલીવુડની નહીં, પણ હૉલીવુડની ફિલ્મ હતી. તે વિદેશી ફિલ્મ નિર્માતા રિચર્ડ એટનબરોએ બનાવી હતી અને તેમાં મહાત્મા ગાંધીનો રોલ પણ વિદેશી કલાકાર બેન કિંગ્સલેએ કર્યો હતો. પછી બૉલીવુડ પણ જાગ્યું. ગાંધી ફિલ્મ હિન્દીમાં પણ રિલીઝ થઈ અને પછી બૉલીવુડે વધુ ચાર ફિલ્મોમાં ગાંધીજીને જીવંત કર્યાં.
આવો આપણે તસવીરો વડે જાણીએ ક્યારે રૂપેરી પડદે જીવંત થયાં ગાંધીજી.

ગાંધી
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ઉપર સમ્પૂર્ણપણે આધારિત કોઈ ફિલ્મ પ્રથમ વાર 1982માં હૉલીવુડના રિચર્ડ એટનબરોએ બનાવી હતી. ફિલ્મનું નામ ગાંધી હતું કે જેમાં ગાંધીજીના રોલમાં વિદેશી અભિનેતા બેન કિંગ્સલે હતાં. આ ફિલ્મ દ્વારા મહાત્મા ગાંધીનું જીવન-કવન આખી દુનિયામાં ફેલાયું.

લગે રહો મુન્નાભાઈ
ગાંધી પછી મહાત્મા ગાંધીનો સૌથી વધુ પ્રખ્યાત અને પ્રભાવશાળી રોલ હતો રાજકુમાર હીરાણીની ફિલ્મ લગે રહો મુન્નાભાઈમાં. 2006માં આવેલી આ ફિલ્મમાં ગાંધીજી રોલ જાણીતા મરાઠી અભિનેતા દિલીપ પ્રભાવલકરે કર્યો હતો. આ ફિલ્મમાં ગાંધીજી અદૃશ્ય રીતે પોતાની પ્રાસંગિકતાને આજના દોરમાં પણ યોગ્ય ઠેરવે છે.

ધ મેકિંગ ઑફ મહાત્મા
આ અગાઉ 1996માં આવેલી શ્યામ બેનેગલની ફિલ્મ ગાંધી સે મહાત્મા તક (અંગ્રેજીમાં ધ મેકિંગ ઑફ મહાત્મા)માં રજિત કપૂર ગાંધીના રોલમાં હતાં. ફિલ્મમાં મોહનદાસ કરમચંદ ગાંધીની મહાત્મા સુધીની સફરનું ચિત્રણ કરવામાં આવ્યુ હતું.

હે રામ
કમલ હસનની હે રામ ફિલ્મમાં મોહન ગોખલે ગાંધીજીના રોલમાં હતાં. જોકે અધવચ્ચે જ મોહન ગોખલેનું આકસ્મિક નિધન થતાં નસીરુદ્દીન શાહે ગાંધીજીનો રોલ સંભાળી લીધો હતો. ફિલ્મમાં ગાંધીજીને ગુજરાતી લહેજામાં રજુ કરવામાં આવ્યા હતાં.

ગાંધી માય ફાધર
ગાંધીજી ઉપર આધારિત બૉલીવુડની છેલ્લી ફિલ્મ હતી ગાંધી માય ફાધર. અનિલ કપૂર નિર્મિત અને 2007માં આવેલી આ ફિલ્મમાં દર્શન ઝરીવાલાએ ગાંધીજીનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં ગાંધીજીના અંગત જીવનને દર્શાવાયુ હતું. ખાસ તો આ ફિલ્મમાં ગાંધીજી અને તેમના પુત્ર હરીલાલ ગાંધી વચ્ચેના સંબંધો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યુ હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
