OSO : આ વખતે શાહરુખને નહીં બખ્શે મનોજ કુમાર
મુંબઈ, 20 માર્ચ : બૉલીવુડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાન આ વખતે મોટી મુશ્કેલીમાં મુકાયાં છે અને તેમને મુશ્કેલીમાં નાંખનાર કોઈ બીજું નહીં, પણ બૉલીવુડના પૅટ્રિઓટિક એક્ટર ગણાતાં મનોજ કુમાર છે. મનોજ કુમારે શાહરુખની પ્રોડક્શન કમ્પની રેડ ચિલી સામે કેસ કર્યો છે. તે પણ પૂરા 100 કરોડ રુપિયાનો.
મળતી માહિતી મુજબ શાહરુખ ખાનની ઓમ શાંતિ ઓમ ફિલ્મ કે જે તાજેતરમાં જાપાન ખાતે રિલીઝ થઈ છે. તેમાંથી તે સીન હટાવાયાં નથી કે જેમાં શાહરુખ અને શ્રેયસ તળપદેએ મનોજ કુમારની એક ખૂબ જ ફેમસ અને જાણીતી એક્શન કરી હતી અને તેમની મજાક ઉડાવી હતી.

મનોજ કુમારે જણાવ્યુ છે - શાહરુખ ખાને તેમની તો મજાક ઉડાવી જ છે, સાથે જ તેમણે કંટેમ્પ્ટ ઑફ કોર્ટ પણ કરી છે, કારણ કે જ્યારે ફિલ્મની રિલીઝિંગ વખતે મેં આ બાબત અંગે કેસ કર્યો હતો, ત્યારે શાહરુખ ખાને પોતે મને મળી આ અંગે વાત કરી હતી અને મને જણાવ્યુ હતું કે ફિલ્મમાંથી તે તમામ સીન્સ ડિલીટ કરી દેવાશે, પરંતુ હવે જ્યારે ઓમ શાંતિ ઓમ પુનઃ જાપાનમાં રિલીઝ કરાઈ છે, ત્યારે પુનઃ તે સીન્સ સાથે જ રિલીઝ કરાઈ છે.
મનોજ કુમારે જણાવ્યું - મને આ વાતથી ખૂબ દુઃખ થયું છે કે તેમને વાયદો કર્યા છતાં તે સીન્સ હટાવ્યાં વગર ફિલ્મ રિલીઝ કરી દેવાઈ. મારી પાસે આ અંગેના સબૂત પણ છે કે ફિલ્મમાં તે સીન્સ હજીય છે. હું ખૂબ નિરાશ છું. મારા સંબંધીઓ આ કેસને જોઈ રહ્યાં છે. મારા સંબંધીઓનું માનવું છે કે હું આ કેસમાં ઢિલાશ વરતુ છું, તેથી હવે તેઓ પોતે આ કેસ જોશે. મારી પાસે હવે આ કેસ સાથે જોડાયેલાં સબૂતો પણ છે. તેમણે માત્ર મારૂં જ અપમાન નથી કર્યું, પણ કોર્ટનું પણ અપમાન કર્યું છે. કોર્ટે તે વખતે જ તેમને આદેશ આપ્યો હતો કે ફિલ્મ સાથે જોડાયેલ તમામ પ્રિંટ મટીરિયલમાંથી તે સીન્સ ડિલીટ કરી દેવાં. ગઈ વખતે મેં તેમને માફ કર્યા હતાં, પરંતુ આ વખતે હું તેમને નહીં છોડું.
બીજી બાજુ ફિલ્મના દિગ્દર્શક ફરાહ ખાન કે જેઓ તાજેતરમાં જ ઓએસઓની સ્ક્રીનિંગ પ્રસંગે જાપાન ગયા હતાં, તેમનું કહેવું છે કે તેમને નથી ખબર કે ફિલ્મમાં તે સીન્સ છે કે નહીં. ફરાહે જણાવ્યું - હું ફિલ્મના પ્રીમિયર પ્રસંગે જાપાનમાં હતી, પરંતુ મને સાચે જ નથી ખબર કે તે સીન્સ ફિલ્મમાં હતાં. અમે છ વરસ અગાઉ જ તે સીન્સ ડિલીટ કરી નાંખ્યા હતાં. જો કેટલીક જૂની પ્રિંટ બહાર મોકલાઈ હોય, તો હું તેના માટે જવાબદાર નથી. મનોજજી અને હું ખૂબ સારા મિત્રો છે અને મને પુરતો વિશ્વાસ છે કે મનોજજી ને ખૂબ ખુશી થતી હશે કે ફિલ્મને જાપાનમાં આટલો સારો રિસ્પૉન્સ મળી રહ્યો છે.
નોંધનીય છે કે ઓમ શાંતિ ઓમમાં દીપિકા પાદુકોણે પણ હતાં કે જે તેમની પ્રથમ ફિલ્મ હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
