OSO : મનોજ કુમાર આજે શાહરુખ વિરુદ્ધ કેસ કરશે
મુંબઈ, 1 એપ્રિલ : બૉલીવુડના દેશપ્રેમી એક્ટર મનોજ કુમાર આજે શાહરુખ ખાન અને ઇરોઝ કમ્પની સામે કેસ નોંધાવશે. મનોજ કમારની ફરિયાદ છે કે શાહરુખ ખાન અને ફરાહ ખાને પોતાની ફિલ્મ ઓમ શાંતિ ઓમ જાપાનમાં તેમના સીન્સ કાપ્યાં વગર રિલીઝ કરી દીધી છે, જ્યારે મનોજ કુમારે ભારતમાં ફિલ્મ રિલીઝ થઈ, ત્યારે તે સીન્સ હટાવવા કહ્યુ હતું કે જેમાં શાહરુખ અને શ્રેયસ તળપદે મનોજ કુમારની એક્ટિંગની મજાક ઉડાવી છે. શાહરુખ તે વખતે તો સીન્સ હટાવી દીધા હતા, પરંતુ તાજેતરમાં જાપનામાં ઓમ શાંતિ ઓમ રિલીઝ કરાઈ કે જેમાં તે તમામ સીન્સ મોજૂદ હતાં.

મનોજ કુમારે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે તેઓ આ વખતે શાહરુખને નહીં બખ્શે. મનોજ કુમાર આજે શાહરુખ અને ઇરોઝ કમ્પની વિરુદ્ધ 100 કરોડનો બદનક્શીનો દાવો કરવાના છે.
મનોજ કુમારે ઓએસઓ ભારતમાં રિલીઝ થઈ, ત્યારે શાહરુખ અને તેમની કમ્પની વિરુદ્ધ કેસ કર્યો હતો. જોકે ત્યારે યશ ચોપરાએ શાહરુખ અને ફરાહ સાથે મનોજ કુમારની મીટિં કરાવી સમજૂતી કરાવી આપી હતી. કોર્ટે પણ શાહરુખને ચુકાદો સંભળાવ્યો હતો કે તેઓ પોતાની ફિલ્મમાંથી તે તમામ સીન્સ હટાવી દે કે જેમાં મનોજ કુમારની મજાક ઉડાડવામાં આવી હતી, પરંતુ આ વખતે મનોજ કુમાર સમજૂતીના મૂડમાં નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
