શ્રીલંકાઈ સિંગર યોહાનીનુ બૉલિવુડ ડેબ્યુ, 'મનિકે માગે હિતે'ના હિંદી વર્ઝનથી કરશે ધમાકો!
હાલમાં જે મોટા સમાચાર યોહાનીને લઈને સામે આવ્યા છે તે તમને ઘણા ચોંકાવનારા છે.
મુંબઈઃ શ્રીલંકાની વાયરલ સિંહ યોહાનીને ભલા કોણ નથી જાણતુ. થોડા સમય પહેલા તે સલમાન ખાનના શો બિગ બૉસમાં જોવા મળી હતી. તેનુ ખૂબ જ લોકપ્રિય ગીત 'મનિકે માગે હિતે' જે રીતે વાયરલ થયુ છે તે એક એક ઈન્ટરનેટ સેન્શેસન બની ચૂકી છે. પરંતુ હાલમાં જે મોટા સમાચાર યોહાનીને લઈને સામે આવ્યા છે તે તમને ઘણા ચોંકાવનારા છે. આ ઉપરાંત તે પોતાના ભારતીય ફેન્સ માટે એક મોટી ભેટ લાવવાના છે.

યોહાનીનુ બૉલિવુડમાં ડેબ્યુ
વાસ્તવમાં યોહાની ટૂંક સમયમાં બૉલિવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. નિર્દેશક ઈન્દ્ર કુમારની એક અપકમિંગ ફિલ્મ જેનુ નામ 'થેંક ગૉડ' છે, તેમાં યોહાની ગીત ગાતી જોવા મળવાની છે. યોહાની જ્યારે સલમાન ખાન સાથે બિગ બૉસમાં આવી ત્યારે તેણે સલમાન ખાનને પણ આ ગીત ગવડાવ્યુ હતુ.

'મનિકે માગે હિતે' ગીત હિંદીમાં
આ ફિલ્મમાં ઘણા સ્ટાર્સ જોવા મળવાના છે જેમાં અજય દેવગણ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહ જોવા મળશે. આ એક કૉમેડી ફિલ્મ છે અને મોટો ધમાકો કરવા માટે તૈયાર છે. યોહાની પોતાનુ ગીત 'મનિકે માગે હિતે' ગીત હિંદીમાં ગાતી જોવા મળશે અને આ ગીતને તનિષ્ક બાગચી દ્વારા સંગીતબદ્ધ કરવામાં આવશે.

બોલ લખ્યા છે રશ્મિ વિરાગે
હિંદી ગીતના બોલ રશ્મિ વિરાગે લખ્યા છે. ટી સીરિઝ સાથે મળીને હવે યોહાની કેટલો મોટો ધમાકો કરે છે તે જોવાનુ ઘણુ શાનદાર રહેશે. આ સમાચાર પર મહોર લગાવીને હાલમાં જ થેંક ગૉડના નિર્દેશક ઈન્દ્ર કુમારે કહ્યુ હતુ કે, 'યોહાનીનુ ગીત એક સુપર સેન્શેસન બની ગયુ છે અને હું ભૂષણજીનો ખૂબ આભારી છુ કે તેમણે મને થેંક ગૉડનો હિસ્સો બનવા માટે આ બ્લૉકબસ્ટર ટ્રેક આપ્યુ. અમે બધા આ સંસ્કરણ માટે ખૂબ ઉત્સાહિત છે અને જલ્દી શૂટિંગ કરીશુ. ટ્રેક માટે.'
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
