બોલિવુડ સિંગર જુબિન પર યુવતી સાથે છેડછાડ, મારપીટનો આરોપ
બોલિવુડ સિંગર જુબિન નોટિયાલ પર બર્થડે પાર્ટીમાં એક યુવતી સાથે છેડછાડનો આરોપ લાગ્યો છે.
બોલિવુડ સિંગર જુબિન નોટિયાલ પર બર્થડે પાર્ટીમાં એક યુવતી સાથે છેડછાડનો આરોપ લાગ્યો છે. એક યુવકે જુબિન પર તેની મહિલા મિત્ર સાથે છેડછાડ અને તેની સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે આ ઘટના દહેરાદૂનમાં બની જ્યાં જુબિન પોતાનો જન્મદિવસ માનવી રહ્યો હતો. જુબિન તરફથી પણ પોલિસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેમા તેણે યુવક સામે ગાડીની તોડફોડ કરવા અને મારપીટનો આરોપ લગાવ્યો છે. પોલિસ મામલાની તપાસ કરી રહી છે.

સિંગરે પોતાની જ પાર્ટીમાં કરી છેડછાડ?
દહેરાદૂનમાં બોલિવુડ સિંગર જુબિન નોટિયાલની બર્થડે પાર્ટી ચાલી રહી હતી. આ પાર્ટીમાં આવેલા એક વ્યક્તિ શશાંક મિત્તલે તેના પર આરોપ લગાવ્યો કે પાર્ટી દરમિયાન જ્યારે તે કોઈ કામ માટે બહાર ગયો ત્યારે જુબિન તેની મહિલા મિત્ર સાથે છેડછાડ કરી રહ્યો હતો. વસંત વિહાર એસઓના જણાવ્યા મુજબ, "ગુરુવારે જીએમએસ રોડ સ્થિત એક હોટલમાં જુબિન નોટિયાલે પોતાના જન્મદિવસની પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં શશાંક મિત્તલ પણ આવ્યા હતા. પાર્ટી દરમિયાન તે કોઈ કામથી બહાર ગયા અને જ્યારે પાછા આવ્યા ત્યારે જોયુ કે જુબિન તેની મિત્ર સાથે છેડછાડ કરી રહ્યો છે."

જુબિને શશાંક સામે કરી ફરિયાદ
શશાંકનો આરોપ છે કે જ્યારે તેણે આનો વિરોધ કર્યો તો જુબિને પોતાના સંબંધીઓ સાથે તેની મારપીટ કરી. વળી, બીજી તરફ જુબિને આ બધા આરોપોનો ઈનકાર કરતાં શશાંક પર તેની ગાડીની તોડફોડ અને મારપીટનો આરોપ લગાવ્યો છે. જુબિને પોલિસ ફરિયાદ નોંધાવી છે કે જ્યારે તે આઈએસબીટી તરફ જઈ રહ્યો હતો ત્યારે બલ્લીવાલા ચોક આગળ પોતાના કેટલાક સાથીઓ સાથે તે આવ્યો અને તેની સાથે મારપીટ કરી ગાડીના કાચ પણ તોડી નાખ્યા.

શેના કારણે થયો હતો વિવાદ?
પોલિસે બંને પક્ષોની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી દીધી છે. સમાચારોની માનીએ તો પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યુ છે કે જુબિન અને શશાંક વચ્ચે વિવાદ કોઈ બીજી વાતને કારણે થયો હતો. જુબિને પોતાના દોસ્તો અને સંબંધીઓ માટે બર્થડે પાર્ટીનું આયોજન કર્યુ હતુ અને એમાં શશાંકને બોલાવવામાં આવ્યો નહોતો. આ બાબત અંગે જુબિન અને શશાંક વચ્ચે ચર્ચા થઈ. પોલિસ આ મામલામાં હોટલના મેનેજર અને સ્ટાફ સાથે વાત કરી રહી છે. સાથે જ હોટલના સીસીટીવી ફૂટેજ અને મહેમાનોની યાદી પણ તપાસવામાં આવી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
