Mamta Kulkarni : ક્યાં છે મમતા કુલકર્ણીનો પરિવાર? જાણો કેમ સતત તેની ચર્ચા છે?
Mamta Kulkarni : બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીએ મહાકુંભ 2025 માં સંન્યાસ લઈને લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. 24 જાન્યુઆરી 2025 ના રોજ મમતા કુલકર્ણી પટ્ટાભિષેક વિધિ પૂર્ણ કરી મહામંડલેશ્વર બની હતી.
મહાકુંભ 2025 માં મમતા કુલકર્ણી સાધ્વી રૂપે જોવા મળી અને ગળામાં રુદ્રાક્ષ પહેર્યું હતું, ખભા પર ઝોળી હતી અને ભગવા વસ્ત્ર ધારણ કર્યા હતા.

અભિનેત્રીએ સાધ્વી બનવા માટે 23 વર્ષ સુધી તપ કર્યું અને ઘણી પરીક્ષાઓ પાસ કરી. તેનું નવું નામ માઈ મમતા નંદ ગિરી રાખવામાં આવ્યું હતું.
જણાવી દઈએ કે, મમતા કુલકર્ણી તેના ફિલ્મી કરિયરના પીક પર એકદમ બોલિવૂડ અને ભારતમાંથી ગાયબ થઈ ગઈ હતી. અભિનેત્રીએ 1991 માં બોલિવૂડમાં એક્ટિંગ કરિયર શરૂ કરી અને ત્રણેય ખાન સાથે કામ કરી ચૂકી છે.
2003 માં મમતા કુલકર્ણી એ અચાનક પોતાનું કરિયર સમાપ્ત કરી દીધું હતું. માહિતી પ્રમાણે, મમતા કુલકર્ણી એ 12 વર્ષના ફિલ્મી કરિયરમાં 40 થી વધુ ફિલ્મો કરી છે.
મમતા કુલકર્ણી નો જન્મ એપ્રિલ 1972 માં એક બ્રાહ્મણ મરાઠી પરિવારમાં મુંબઈમાં થયો છે. તેના બાળપણનું નામ પદ્માવતી હતું. તેણે મુંબઈના વર્સોવા સ્થિત સેંટ જોશેફ શાળામાં અભ્યાસ કર્યો છે. તેણીને ફિલ્મોમાં એક્ટિંગ કરવાનું કોઈ શોખ નહોતો પરંતુ તેની માતાએ તેને ગ્લેમર દુનિયા સાથે પરિચય કરાવ્યો.
મમતા કુલકર્ણીની માતાનું માનવું હતું કે તેની દીકરી ખૂબ જ સુંદર છે અને તેથી જ તેને ગ્લેમર દુનિયાનું ભાગ બનવું જોઈએ. એક્ટ્રેસની માતા પોતે પણ ફિલ્મોની હિરોઈન બનવા ઈચ્છતી હતી પરંતુ તે શક્ય બન્યું ન હતું. જેથી તેણે પોતાની દીકરી મમતાને બોલિવૂડની અભિનેત્રી બનાવી.
મીડિયા રિપોર્ટ અનુસાર, ટીવી સીરિયલ રામાયણના નિર્માતા રામાનંદ સાગર મમતા કુલકર્ણીની માતાને તેમની ફિલ્મમાં હિરોઈન તરીકે લેવા માંગતા હતા, પરંતુ લગ્નના કારણે તેમણે ના પાડી હતી.
જાણકારી પ્રમાણે, મમતા કુલકર્ણીના પિતા મુકુન્દ કુલકર્ણી છે અને તેમની બહેન મુલીના કુલકર્ણી છે. મમતા કુલકર્ણી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળેલી તન્વી આજમીની કઝિન છે. બંને મૌસેરી બહેન છે.
મમતા કુલકર્ણી પર દુબઈના અંડરવર્લ્ડ ડ્રગ માફિયા વિક્કી ગોસ્વામી સાથે લગ્ન કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જો કે, મમતાએ પોતાના લગ્નની તમામ અફવાઓનો ઇન્કાર કર્યો છે.
મમતા કુલકર્ણીનું નામ અંડરવર્લ્ડ ડોન છોટા રાજન સાથે પણ જોડાયું હતું. મમતા કુલકર્ણી પર ડ્રગ્સ સપ્લાય કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. આ આરોપો પછી ફિલ્મ નિર્માતાઓએ મમતા કુલકર્ણી સાથે અંતર રાખવાનું શરૂ કરી દીધું, જેના કારણે તેનું એક્ટિંગ કરિયર ધીમે ધીમે બરબાદ થઈ ગયુ.
વર્ષ 2013 માં મમતા કુલકર્ણીના જીવન પર આધારિત Autobiography of an Yogini નામનું એક પુસ્તક પ્રકાશિત થયું હતું, જેમાં અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે કેટલાક લોકો દુનિયામાં કામ માટે આવે છે અને કેટલાક ભગવાનની ભક્તિ માટે, હું આ દુનિયામાં ઈશ્વર માટે આવી છું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
