મારા વિશે કંઈ પણ લખવામાં આવ્યુ છે, એક ક્રિટિકે મારી સરખામણી પૉર્ન સ્ટાર સાથે કરી હતી મલ્લિકા શેરાવતે કર્યો ખુલ
હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં મલ્લિકા શેરાવતે પોતાના કરિયર પર ઘણી વાતો કરી. જાણો તેણે શું કહ્યુ.
મુંબઈઃ મલ્લિકા શેરાવત લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે પરંતુ હવે તે એક વેબ સીરિઝમાં દેખાવાની છે. એમએક્સ પ્લેયરની થ્રીલર સીરિઝ 'નકાબ'માં મલ્લિકા એક પાવરફૂલ પ્રોડ્યુસરની ભૂમિકા નિભાવવાની છે. સીરિઝમાં તેની સાથે ઈશા ગુપ્તા અને ગૌતમ રોડે પણ દેખાશે. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં મલ્લિકા શેરાવતે પોતાના કરિયર પર ઘણી વાતો કરી. બૉલિવુડ હંગામા સાથે વાત કરીને મલ્લિકા શેરાવતે જણાવ્યુ કે એક સમયે ક્રિટીક તેના વિશે ઘણુ બધુ લખ્યા કરતા હતા જે ઘણુ વાંધાજનક હતુ. એક ક્રિટીકે તેની સરખામણી પૉર્નસ્ટાર સાથે કરી હતી. મલ્લિકાએ કહ્યુ કે એક ક્રિટીકે કહ્યુ હતુ કે મલ્લિકા એક પૉર્ન સ્ટાર છે.

ફિલ્મોમાં આવતા પહેલા તેણે પોતાનુ નામ બદલવુ પડ્યુ
મલ્લિકાએ કહ્યુ કે હું પૉર્ન ઈન્ડસ્ટ્રીને લઈને કંઈ ખોટુ નથી વિચારતી, હું કોઈ જજમેન્ટ નથી આપવા માંગતી પરંતુ ક્રિટિક મારા વિશે એ બધુ લખી રહ્યા હતા, તે એટલા નિમ્ન સ્તરનુ લખી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે હાલમાં જ મલ્લિકા શેરવતે એ પણ ખુલાસો કર્યો હતો કે ફિલ્મમાં કામ કરવાના નિર્ણય પર તેના પિતા બહુ નારાજ થયા અને તેની સાથે બધા સંબંધો તોડી નાખ્યા હતા. ઘણા ઓછા લોકોને ખબર છે કે મલ્લિકા શેરાવતનુ રિયલ નામ રીમા લાંબા છે. ફિલ્મોમાં આવતા પહેલા તેણે પોતાનુ નામ બદલવુ પડ્યુ હતુ.

બોલ્ડ સીન કરવાના નુકશાન
ફિલ્મ ખ્વાહિશ અને મર્ડર સાથે ચર્ચામાં આવેલી અભિનેત્રી મલ્લિકા શેરાવતે પોતાના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે શરૂઆતની ફિલ્મોમાં બોલ્ડ સીન કરવાનુ તેણે કેટલુ નુકશાન ઉઠાવવુ પડ્યુ હતુ. મલ્લિકાએ કહ્યુ કે મર્ડરમાં બોલ્ડ સીન કર્યા બાદ લોકોએ મારી લગભગ નૈતિક રીતે હત્યા કરી દીધી હતી. મને દરેક જગ્યાએ એક નીમ્ન સ્તરની મહિલા તરીકે જોવામાં આવી હતી.

લોકો મારી પાસે માત્ર ગ્લેમરસ ભૂમિકા લઈને આવતા
મલ્લિકાએ કહ્યુ, 'હું મીનિંગફૂલ રોલ કરવા માંગુ છુ. મે તે મિસ કર્યુ. લોકો માત્ર ગ્લેમરસ ભૂમિકા લઈને મારી પાસે આવતા રહ્યા. બહુ પૈસા સાથે.. પરંતુ ભૂમિકામાં કોઈ જીવ નહોતો. એક સમય બાદ ખુદને રિઈન્વેન્ટ કરવાનુ જરૂરી હોય છે. એ કામ મે પોતાની શરૂઆતની ફિલ્મોમાં કર્યુ છે, હું હંમેશા તે ન કરી શકુ.'

હજુ પણ આપુ છુ ઑડિશન
હાલમાં જ મલ્લિકાએ બૉલિવુડમાં ફેલાયેલા નેપોટિઝમને લઈને નિવેદન આપ્યુ હતુ. મલ્લિકાએ કહ્યુ કે તેને દરેક ફિલ્મમાં રોલ મેળવવા માટે ઑડિશન આપવુ પડે છે ત્યારબાદ પણ સમજી-વિચારીને કામ આપવામાં આવે છે પરંતુ સ્ટારકિડ્ઝ સાથે આવુ નથી. વર્ષ 2003માં ખ્વાહિશથી ડેબ્યુ કર્યા બાદ મલ્લિકાએ મર્ડર, બચ કે રહેના રે બાબા, પ્યાર કે સાઈડ ઈફેક્ટ્સ, શાદી સે પહેલે, ગુરુ, વેલકમ, અગલી ઓર પગલી, માન ગયે મુગલે આઝમ, ડબલ ધમાલ, ડર્ટી પૉલિટિક્સ જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
