'મારી પાસે 65 સ્ક્રિપ્ટ હતી, એક પણ રોલ ન મળ્યો કારણકે મે હીરો સાથે...', મલ્લિકા શેરાવતનો ખુલાસો
મલ્લિકાએ તેના લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં ફરી એકવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીની વાસ્તવિકતાનો પર્દાફાશ કર્યો છે.
મુંબઈઃ બૉલિવુડની સૌથી હૉટ અને બોલ્ડ અભિનેત્રીઓમાંની એક, મલ્લિકા શેરાવતની તાજેતરની ફિલ્મ RK/RK રિલીઝ થઈ ગઈ છે. જો કે તેની ફિલ્મ મોટા પડદા પર કંઈ અદ્ભુત દેખાડી શકી નથી પરંતુ મલ્લિકા શેરાવત પોતે તેના નિવેદનોને કારણે હેડલાઇન્સમાં છે. અભિનેત્રીએ તાજેતરમાં ઇન્ડસ્ટ્રી પર ખુલીને કાસ્ટિંગ કાઉચ અને સમાધાન પર ઘણુ કહ્યુ. મલ્લિકાએ તેના લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં ફરી એકવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીની વાસ્તવિકતાનો પર્દાફાશ કર્યો છે.

કરિયર વિશે મલ્લિકાનો ખુલાસો
એક સમય હતો જ્યારે મલ્લિકા શેરાવતની હૉટનેસ સામે બૉલિવુડના બાકીના કલાકારોનો પ્રભાવ ઓછો થવા લાગ્યો હતો. જો કે હવે મલ્લિકા શેરાવત ફિલ્મોમાં ઘણી ઓછી જોવા મળે છે. બીસીસી હિન્દીને આપેલા તેના લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ ખુલાસો કર્યો કે તેની પાસે 65 સ્ક્રિપ્ટ્સ પડી હતી પરંતુ તેમ છતાં તેને તેમાંથી એક પણ રોલ મળ્યો નહિ કારણકે તેણે ફિલ્મના હીરો સાથે સમાધાન કર્યુ નહોતુ.

'મને ઘણુ નુકશાન થયુ કારણકે...'
પોતાના ઈન્ટરવ્યુમાં મલ્લિકા શેરાવતે કહ્યું, 'મેં ઘણુ સહન કર્યુંછે. હીરોને ફિલ્મમાં પોતાની ગર્લફ્રેન્ડને લેવી હોય, કેટલા રોલ ચૂકી ગઈ કારણ કે મેં ફિલ્મના હીરો સાથે કોઈ સમજૂતી ના કરી. જેના કારણે મેં મારા હાથમાંથી ઘણા પાત્રો ગુમાવ્યા. અભિનેત્રીએ વધુમાં કહ્યુ કે મને યાદ છે કે મારી પાસે ફિલ્મની 65 સ્ક્રિપ્ટ હતી પરંતુ મને તેમાંથી એક પણ રોલ મળ્યો ન હતો કારણ કે ફિલ્મના હીરોને ઑબ્જેક્શન હતુ.

બૉલિવુડમાં મુશ્કેલીઓ ભરેલી રહી સફર
બૉલિવુડમાં આઉટસાઇડર તરીકે પોતાનુ કરિયર બનાવવા અંગે મલ્લિકાએ કહ્યુ કે જો તમે કોઈ ફેમસ પરિવારમાંથી ન આવતા હોય અથવા જો આ ઇન્ડસ્ટ્રીમાં તમારો કોઈ ગોડફાધર ન હોય તો ઇન્ડસ્ટ્રીમાં રહેવુ ખૂબ જ મુશ્કેલ છે. એક વધુ વાત ઉમેરતા મલ્લિકાએ કહ્યુ કે જો તમારી પાસે કોઈ ફિલ્મી બૉયફ્રેન્ડ ના હોય તો તમારા માટે બૉલિવુડમાં રહેવુ ખૂબ મુશ્કેલ છે.

'મારો રોલ એડિટ કરવામાં આવ્યો'
પોતાની અત્યાર સુધીની કારકિર્દીને લઈને મલ્લિકા શેરાવત ઘણી સંતુષ્ટ દેખાતી હતી. તેણે કહ્યુ કે મેં જે રીતે ફિલ્મોમાં કામ કર્યુ છે તેનાથી હું ખુશ છુ. તેણે કહ્યુ કે હવે OTT સાથે ઘણુ બદલાઈ ગયુ છે. પોતાની ફિલ્મો વિશે વાત કરતાં અભિનેત્રીએ કહ્યુ કે 'ગુરુ' ફિલ્મમાં મારી ખૂબ જ મજબૂત સહાયક ભૂમિકા હતી પરંતુ તે એડિટ કરવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
