દીપિકાએ જે કામ અત્યારે કર્યુ એ મે 15 વર્ષ પહેલા કર્યુ હતુ, છલકાયુ મલ્લિકાનુ દર્દ, જુઓ Video

મલ્લિકા શેરાવતે એક ઈન્ટરવ્યુમાં તેણે પોતાની જૂની ફિલ્મો અને તેના બોલ્ડ સીન્સ પર ખુલીને વાત કરી હતી. તેની ફિલ્મની સરખામણી દીપિકા પાદુકોણની ફિલ્મ સાથે પણ કરી હતી.

મુંબઈઃ બૉલિવૂડની હૉટ ગર્લ મલ્લિકા શેરાવત લાંબા સમયથી મોટા પડદાથી દૂર હતી પરંતુ હવે તે ફરી એકવાર કમબેક કરવા જઈ રહી છે. તે ટૂંક સમયમાં રજત કપૂરની ફિલ્મ 'આરકે'માં જોવા મળશે. જેની તેના ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ સાથે જ એક ઈન્ટરવ્યુમાં તેણે પોતાની જૂની ફિલ્મો અને તેના બોલ્ડ સીન્સ પર ખુલીને વાત કરી હતી. તેની ફિલ્મની સરખામણી દીપિકા પાદુકોણની ફિલ્મ સાથે પણ કરી હતી.

મારા બિકિની પહેરવા અને કિસિંગ સીન પર હોબાળો

મારા બિકિની પહેરવા અને કિસિંગ સીન પર હોબાળો

મલ્લિકાએ કહ્યુ કે જ્યારે મેં ઈમરાન હાશ્મી સાથે 'મર્ડર' ફિલ્મ કરી હતી ત્યારે હોબાળો થયો હતો. મારા બિકીની પહેરવા અને કિસિંગ સીન અંગે ઘણી વાતો કરવામાં આવી હતી. હાલમાં જ દીપિકાની ફિલ્મ 'ગહેરાઈયાં' આવી. એમાં એણે જે કર્યુ (બોલ્ડ સીન), એ મે 15 વર્ષ પહેલા કર્યુ હતુ પરંતુ તે સમયે લોકોની વિચારસરણી વામણી હતી.

'એક્ટિંગ કોઈએ ના જોઈ'

'એક્ટિંગ કોઈએ ના જોઈ'

અભિનેત્રીએ વધુમાં કહ્યુ કે, 'એ વખતે મીડિયા અને બૉલિવુડનો એક વર્ગ તેને માનસિક ત્રાસ આપતો હતો. ઇન્ડસ્ટ્રીનો એક વર્ગ હંમેશા મારા શરીર અને ગ્લેમર વિશે વાત કરે છે પરંતુ મારા અભિનય વિશે નહિ. મર્ડર પછી મે દશાવતારમ, પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ અને વેલકમમાં કામ કર્યુ. જેમાં કોઈ હૉટ સીન નહોતા પરંતુ મારી એક્ટિંગ વિશે કોઈએ વાત કરી ન હતી.'

ઈન્ડસ્ટ્રીમાં શું ફેરફાર થયો

ઈન્ડસ્ટ્રીમાં શું ફેરફાર થયો

સાથે જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં થઈ રહેલા બદલાવ અંગે તેણે કહ્યુ કે પહેલાની હિરોઈન ઘણી સારી અને સતી-સાવિત્રી પ્રકારની હતી. તે સમયે હિરોઈન માટે માત્ર બે પ્રકારના રોલ જ ઉપલબ્ધ હતા. હવે આપણે જે પરિવર્તન જોઈ રહ્યા છીએ તે સ્ત્રીઓને માણસ તરીકે દર્શાવે છે. તે (અભિનેત્રી) ખુશ અથવા ઉદાસ હોઈ શકે છે. તે ભૂલો કરી શકે છે, લડખડાઈ શકે છે અને આ બધા છતાં તમે તેને પ્રેમ કરો છો.

આરકેમાં આ લોકો જોવા મળશે

આરકેમાં આ લોકો જોવા મળશે

તમને જણાવી દઈએ કે મલ્લિકા હવે તેની આગામી ફિલ્મ આરકેની રિલીઝ માટે તૈયાર છે. રજત કપૂર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં કુબ્રા સૈત, રણવીર શૌરી, મનુ ઋષિ ચઢ્ઢા, ચંદ્રચુર રાય, અભિજિત દેશપાંડે, અભિષેક શર્મા, ગ્રેસ ગિરધર અને વૈશાલી મલ્હારાના કલાકારો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X