બેડ પર મલ્લિકા શેરાવતની આ આદતથી પરેશાન છે તેનો બૉયફ્રેન્ડ, ખુદ અભિનેત્રીએ કર્યો ખુલાસો
મલ્લિકા શેરાવતે એક ઈન્ટરવ્યુમાં કહ્યુ કે તેના બૉયફ્રેન્ડને હંમેશા અભિનેત્રી સાથે સૂવામાં પ્રોબ્લેમ રહે છે.
મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવત પોતાની બોલ્ડ અદાઓ માટે છવાયેલી રહે છે. ફિલ્મ મર્ડરથી લોકોને પોતાના દીવાના બનાવનાર મલ્લિકા શેરાવત 45 વર્ષની ઉંમરમાં પણ એટલી જ હૉટ અને બોલ્ડ છે. હાલમાં અભિનેત્રી પોતાના બૉયફ્રેન્ડ માટે ચર્ચામાં છે. અભિનેત્રી મલ્લિકા શેરાવતે જણાવ્યુ કે તે ઘણા સમયથી એક રિલેશનશિપમાં છે અને પોતાના બૉયફ્રેન્ડ સાથે જ આગળની જિંદગી વીતાવવા માંગે છે.

મલ્લિકા શેરાવતે કર્યો બૉયફ્રેન્ડનો ખુલાસો
મલ્લિકા શેરાવતે પોતાના બૉયફ્રેન્ડની ઓળખ નથી જણાવી પરંતુ તેણે કહ્યુ કે ફ્રાંસમાં વેકેશન દરમિયાન તેને મળી હતી. મલ્લિકા શેરાવતે એક ઈન્ટરવ્યુમાં કહ્યુ કે તેના બૉયફ્રેન્ડને હંમેશા અભિનેત્રી સાથે સૂવામાં પ્રોબ્લેમ રહે છે. મલ્લિકા શેરાવતને તેનો બૉયફ્રેન્ડ 'નન' કહે છે કારણકે તે જલ્દી સૂઈ જાય છે. મલ્લિકા શેરાવતે હાલમાં જ મંદિરા બેદીના ટૉક શો ધ લવ લાઈફ લાઈવમાં આ ખુલાસો કર્યો હતો.

'લોકો મારા વિશે ખોટુ વિચારે છે'
મલ્લિકા શેરાવતે કહ્યુ, 'મારી લાઈફ એવી નથી જેની લોકો વિચારે છે. બધાને લાગે છે કે ઑનસ્ક્રીન હું બોલ્ડ અને ગ્લેમેરસ છુ તો ઘણી વાર પાર્ટી અને ડ્રિંક કરુ છુ પરંતુ આવુ નથી. મને સિમ્પલ લાઈફ જીવવાનુ ગમે છે. મને પાર્ટી કલ્ચર બિલકુલ પસંદ નથી. મને જલ્દી સૂવાનુ ગમે છે પરંતુ મારી આ આદતથી મારા બૉયફ્રેન્ડને હંમેશા ફરિયાદ રહે છે, તે કહે છે કે હે ભગવાન, તુ એક નન છે કે શું? તુ હમેશા જલ્દી સૂઈ જાય છે.'

હવે ખુદને અને સંબંધોને આપી રહી છે સમય
શું તે એક સંબંધ નિભાવવા માટે હજુ પણ કામમાં વ્યસ્ત છે એમ પૂછવા પર મલ્લિકાએ કહ્યુ, 'ના, ના, મને પોતાના જીવનથી ખૂબ પ્રેમ છે. હા, પોતાના કરિયરની શરુઆતમાં હું કામ કરી રહી હતી અને હું વાસ્તવમાં ખૂબ વ્યસ્ત હતી પરંતુ સમય બદલાય છે, હું મારા જીવનમાં એક ખૂબ આરામદાયક જગ્યાએ છુ.' મલ્લિકાને પૂછવામાં આવ્યુ કે શું સંબંધને લઈને તે ગંભીર છે કે તેને આગળ લઈ જશે કે નહિ તેના જવાબમાં મલ્લિકાએ હા કહી.

બૉયફ્રેન્ડને કેવી રીતે મળી મલ્લિકા?
પોતાના પ્રેમીને કેવી રીતે મળી એ વિશે વાત કરતા મલ્લિકાએ કહ્યુ કે તે બંને પોત-પોતાના દોસ્તો સાથે સેંટ-ટ્રોપેઝમાં રજાઓ માણી રહ્યા હતા અને એક જ હોટલમાં રોકાયા હતા. મલ્લિકા શેરાવતના વર્કફ્રન્ટની વાત કરીએ તે તે જલ્દી રજત કપૂર દ્વારા નિર્દેશિત આરકે/આરકેવાયમાં દેખાશે. આ ફિલ્મ અમેરિકામાં રિલીઝ થઈ ચૂકી છે જેને હવે ભારતમાં પ્રદર્શિત કરવામાં આવશે. મલ્લિકા શેરાવતે પોતાનો 45મો જન્મદિવસ હમણા થોડા દિવસ પહેલા જ મનાવ્યો. તેનો જન્મ 24 ઓક્ટોબર, 1976ના રોજ હરિયાણાના હિસારમાં થયો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
