મલાઈકા અરોરાએ થાઈ પરની ઈજા વિશે ખોલ્યા ચોંકાવનારા રાઝ, કહ્યુ - અમુક ઘા નિશાન છોડી જાય છે કારણકે...
Malaika Arora Injury: બૉલિવૂડ ફિલ્મોના આઈટમ નંબર્સ પર ડાંસ કરીને પોતાનો જાદુ ચલાવનારી અભિનેત્રી મલાઈકા અરોરા હાલમાં જ તેની જાંઘ પર ઈજાને કારણે ચર્ચામાં આવી હતી. તેની જાંઘ પર ઈજાના નિશાન સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા જેના કારણે મલાઈકા લોકોમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી.
ફિટનેસ ફ્રીક મલાઈકા અરોરાની આ ઈજાને જોઈને લોકો તેને વિવિધ સવાલો પૂછવા લાગ્યા. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો જેમાં અભિનેત્રીની જાંઘ પર વાદળી રંગનું મોટું નિશાન દેખાઈ રહ્યું હતું. હવે મલાઈકા અરોરાએ આ ઈજાને લઈને પોતાનું મૌન તોડ્યું છે.

મલાઈકા અરોરાની જાંઘ પર ઈજાના નિશાન જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે અનેક સવાલો ઉઠાવ્યા હતા. લોકોએ કહ્યું કે, આ ઈજાને છુપાવવાને બદલે મલાઈકા શા માટે તેને ફ્લોન્ટ કરી રહી છે. તે સમયે મલાઈકા પોતાની ઈજા અંગે મૌન હતી પરંતુ હવે તેણે લોકોના આ સવાલોના જવાબ આપ્યા છે. તેને આ ઈજા કેવી રીતે થઈ તે પણ જણાવ્યું.
હાલમાં જ બૉમ્બે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન મલાઈકા અરોરાએ પોતાની ઈજા વિશે ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું કે તે એક જગ્યાએ ખૂબ જ ખરાબ રીતે પડી ગઈ હતી. જેના કારણે તેને આટલી ઊંડી ઈજા થઈ હતી અને આ ડાઘ પડ્યા હતા. તેણે કહ્યું- આમાં છુપાવવા જેવું કંઈ નથી. વ્યક્તિને ગમે ત્યારે, ગમે ત્યાં ઈજા થઈ શકે છે. હું લપસી પડી ગઈ હતી અને મને ઈજા પણ થઈ હતી.
મલાઈકા અરોરાએ કહ્યું- હું તેને છુપાવી નહોતી શકતી. જો તેણે આમ કર્યું હોત તો તે વધુ ખરાબ થઈ જાત. તેથી હું શોર્ટસ પહેરતી હતી જેથી તે જલદીથી રિકવર થઈ શકે. મલાઈકાએ આગળ કહ્યું- લોકો પડે છે અને વાગે છે. આપણે બસ ખુદને ફરીથી ઉઠાવતા આવડવુ જોઈએ અને આગળ વધતા રહેવુ જોઈએ. વળી, અમુક ઘા નિશાન નથી છોડતા અને અમુક છોડી જાય છે. આ જ જીવન છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
