HOT: બાલીમાં મલાઇકાએ કરાવ્યું ફોટોશૂટ, તસવીરો વાયરલ
મલાઇકા અરોરા હાલમાં જ એક મેગેઝિન માટે હોટ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોઝ ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહ્યાં છે. મલાઇકાના લેેટેસ્ટ ફોટોશૂટની તસવીરો જુઓ અહીં...
મલાઇકા અરોરાએ બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. તે ખાસ ફિલ્મોમાં જોવા નથી મળી, છતાં તેનું અલગ સ્ટારડમ છે. આજે 44 વર્ષની વયે પણ તે યંગ મોડલ્સ અને એક્ટ્રેસિસને કોમ્પિટિશન આપી શકે છે. તે હજુ પણ મોડેલિંગ પ્રોજેક્ટ્સમાં એક્ટિવ છે અને દરેક વખતે પોતાના ફોટોશૂટથી બોલિવૂડ અને તેના ફેન્સને ચોંકાવી દે છે. તેનું લેટેસ્ટ ફોટોશૂટ જોઇને તમે પણ આ વાત માની જશો.

મલાઇકા અરોરા
મલાઇકા અરોરાએ રિસન્ટલી જીક્યુ મેગેઝિન માટે આ ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટમાં બીચ પર મલાઇકા અરોરાએ ખૂબ સુંદર અને હોટ ફોટોશૂટ કરાવ્યું છે. બીચ આઉટફિટ અને પરફેક્ટ મેકઅપ સાથે મલાઇકાની આ તસવીરો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહી છે.

બાલીમાં કરાવ્યું ફોટોશૂટ
મલાઇકાએ બાલીમાં આ ફોટોશૂટ કરાવ્યું હતું. તેણે સોશિયલ મીડિયા પર પોતાના આ ફોટોશૂટની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. મલાઇકા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને અવાર-નવાર પોતાની તસવીરો પોસ્ટ કરતી રહે છે.

પોઝ અને એક્સપ્રેશન્સ
આ તસવીરોમાં મલાઇકાના એક્સપ્રેશન્સ અને પોઝ ખૂબ આકર્ષક છે. આ બાબતમાં મલાઇકાને કોઇ માત આપી શકે એમ નથી. બે બાળકોની માતા હોવા છતાં પણ તે આજે બોલિવૂડની ટોપ હોટેસ્ટ હિરોઇન્સમાંની એક છે.

ટ્રોલિંગનો શિકાર
જો કે, દરેક એક્ટ્રેસની માફક જ મલાઇકા પણ સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર નેગેટિવ ટિપ્પણી અને ટ્રોલિંગનો શિકાર થઇ ચૂકી છે. મલાઇકા અને અરબાઝના ડિવોર્સ થઇ ચૂક્યા છે. થોડા સમય પહેલાં જ મલાઇકાની ટ્રાવેલ પોસ્ટ પર કોઇ યૂઝરે ટિપ્પણી કરી હતી કે, ડિવોર્સ લઇ તેમાં મળેલ વળતરના પૈસાથી મજા કરી રહી છે.

મલાઇકાનો જવાબ
મલાઇકા અરોરા મોટેભાગે સોશિયલ મીડિયા પર નેગેટિવ કોમેન્ટ્સનો જવાબ નથી આપતી, પરંતુ આ ટિપ્પણીનો તેણે જડબાતોડ જવાબ આપ્યો હતો. મલાઇકા અને અરબાઝના ડિવોર્સ છતાં તેમણે એકબીજા સાથે મૈત્રીપૂર્ણ રિલેશન જાળવી રાખ્યું છે અને તે માત્ર બાળકો પૂરતું સીમિત નથી.

મલાઇકા અને અરબાઝ
આ બંને પોતાના બાળકોને તો સાથે લઇને ડિનર પર અને વિદેશમાં ટ્રિપ પર જાય જ છે અને એકલા પણ ક્યારેક ડિનર પર જતા જોવા મળે છે. એક ઇન્ટરવ્યુમાં મલાઇકાએ કહ્યું હતું કે, અરબાઝ તેનો ખૂબ સારો મિત્ર અને હેન્ગઆઉટ બડી છે. થોડા સમય પહેલાં અરબાઝે જ્યારે પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો, ત્યારે પણ મલાઇકા તેની સાથે જોવા મળી હતી.

અરબાઝ અંગે મલાઇકા
અરબાઝ અને મલાઇકાએ 18 વર્ષ લાંબા લગ્નજીવન બાદ ડિવોર્સ લીધા છે. રિસન્ટલી મિડ ડે સાથેના ઇન્ટરવ્યુમાં તેણે વાત કરતાં કહ્યું હતું કે, અરબાઝ આજે પણ તેના માટે ફેમિલી સમાન છે. અરબાઝને મળીને તેને સારું લાગે છે અને ખુશ રહે છે. ડિવોર્સ પછી પણ તે મલાઇકાની લાઇફનો અગત્યનો ભાગ છે.

લોકોને સ્પષ્ટીકરણ આપવાની જરૂર નથી
મલાઇકાએ કહ્યું હતું કે, કેટલાર ઇક્વેશન્સ ઓવરનાઇટ નથી બદલાતા. અમારી વચ્ચે શું થયું, એ અમારી વચ્ચે છે. એ અંગે અમારે લોકોને સ્પષ્ટતા આપવાની જરૂર નથી. આ મારા બાળકોનો પિતા છે, બાળકો પણ તેને મળીને ખુશ થાય ચે. અમૃતા માટે એ ભાઇ સમાન છે. આગળ ભલે ગમે તે થાય, અરબાઝ મારી લાઇફનો અગત્યનો બાગ હંમેશા રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
