મલાઈકા અરોરાએ ફોટો પડાવતી વખતે અર્જૂન કપૂરને મારી કોણી, વીડિયો થયો વાયરલ
Malaika-Arjun Video: અર્જુન કપૂર અને મલાઈકા અરોરા બી-ટાઉનના સૌથી ચર્ચિત કપલ્સમાંથી એક છે. બંને પોતાના બ્રેકઅપને લઈને ઘણા સમયથી સમાચારોમાં હતા. આ દરમિયાન બંને એક ઈવેન્ટમાં સાથે જોવા મળ્યા હતા, જે બાદ બ્રેકઅપની અફવા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું.
કપલને આ રીતે એકસાથે જોઈને ચાહકો આનંદથી ઉછળી પડ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોમવારે ટેનિસ પ્રીમિયર લીગ સીઝન 5ની હરાજીમાં મલાઈકા અરોરા અને અર્જુન કપૂર એકસાથે જોવા મળ્યા હતા.

બૉલિવુડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે અને ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા સાથે જોવા મળ્યા હતા. પોઝ આપતી વખતે અર્જુન કપૂર પાપારાઝીને એવુ કંઈક કહે છે, જેના પછી મલાઈકા અરોરા તરત જ તેને કોણી મારે છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે સાનિયા મિર્ઝા મલાઈકા અરોરા અને અર્જુન કપૂર સાથે જોરદાર પોઝ આપી રહી છે. આ દરમિયાન કોઈ સાનિયા મિર્ઝાને જગ્યા બદલવા માટે કહે છે. આ સ્થિતિમાં મલાઈકા અરોરા પણ પોતાની જગ્યા બદલી નાખે છે. આ જોઈને અર્જુન કપૂર તેની પ્રેમિકાની પાછળ આવીને ઉભો રહે છે.
આ પછી અર્જુન મીડિયાને કહે છે, 'મને ખબર છે કે આ તમારા માટે સારો ફોટો છે.' આ સાંભળીને ત્યાં હાજર તમામ લોકો જોર જોરથી હસવા લાગ્યા. મલાઈકા અરોરાએ મીડિયા સામે અર્જુનને ફટકાર લગાવી. આ પછી આ ક્ષણ કેમેરામાં કેદ થાય છે. ચાહકો આ વીડિયો પર સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે અને કપલ માટે પ્રેમ વરસાવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બંને લાંબા સમયથી પોતાના સંબંધોને લઈને ચર્ચામાં હતા. આ અફવા ત્યારે શરૂ થઈ જ્યારે અભિનેત્રીએ અર્જુન કપૂરની બહેનને સોશિયલ મીડિયા પર અનફોલો કરી દીધી. આ ઉપરાંત અભિનેત્રી અર્જુનની કોઈપણ પોસ્ટ લાઈક નહોતી કરતી, ત્યારથી ચાહકો અનુમાન લગાવવા લાગ્યા કે બંને અલગ થઈ ગયા છે. પણ એવું કંઈ નથી, બંને હજી સાથે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
