મલાઈકા અરોરા બીજા લગ્ન કરવા જઈ રહી છે? જાણો કોની સાથે?
બોલિવૂડની બોલ્ડ ફિટનેસ ક્વિન મલાઈકા અરોરા આ દિવસોમાં સોશિલ મીડિયા પર ચર્ચામાં છે. પુર્વ પતિ અરબાઝ ખાનના લગ્ન બાદ હવે મલાઈકા અરોરાના બીજા લગ્નની ચર્ચા શરૂ થઈ છે.
અરબાઝ ખાને 56 વર્ષે મેક-અપ આર્ટિસ્ટ શૂરા ખાન સાથે બીજા લગ્ન કર્યા છે. બીજી તરફ ફેન્સ મલાઈકા અરોરાના બીજા લગ્નની રાહ જોઈ રહ્યા છે.

મલાઈકા અરોરા રિયાલિટી શો ઝલક દિખલા જા 11ની જજ છે. શોના એપિસોડનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ દરમિયાન મલાઈકા અરોરા અને ફરાહ ખાન સાથે મસ્તી કરતી જોવા મળી. જ્યારે ફરાહ ખાને એક્ટ્રેસને તેના બીજા લગ્ન વિશે સવાલ પૂછ્યો તો સાંભળીને મલાઈકા અરોરા શરમાઈ ગઈ.
ફરાહ ખાને મલાઈકા અરોરાને પૂછ્યું કે, શું તું વર્ષ 2024માં ડબલ પેરેન્ટ કમ એક્ટ્રેસ બનવા જઈ રહી છે? આ સાંભળીને અભિનેત્રી હસવા લાગે છે અને કહે છે કે એટલે કે અમારે બીજું બાળક દત્તક લેવું પડશે?
આ પછી ગૌહર ખાન તરત જ કહે છે કે શું તું ફરીથી લગ્ન કરીશ? આ સાંભળીને મલાઈકા અરોરા શરમાવા લાગી અને વાતચીત દરમિયાન તેણે બીજા લગ્ન કરવાનો ઈશારો કર્યો.
મલાઈકા અરોરાએ બીજા લગ્નના સવાલનો જવાબ આપતાં કહ્યું, જો કોઈ મારા માટે હશે તો હું 100 ટકા લગ્ન કરીશ. ત્યારે ફરાહ ખાને પૂછ્યું કે, કોઈનો અર્થ શું છે? તો અભિનેત્રી કહે છે કે હા જો કોઈ હશે તો હું લગ્ન કરીશ. અભિનેત્રીનો આ જવાબ સાંભળીને ફરાહ ખાન હસવા લાગે છે.
મલાઈકા અરોરાએ સંકેત આપ્યા છે કે તે વર્ષ 2024માં બીજા લગ્ન માટે તૈયાર છે. આ દરમિયાન તેણે તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂરનો ઉલ્લેખ નથી કર્યો પરંતુ ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે.
હાલમાં જ બંને ક્રિસમસ પાર્ટીમાં સાથે જોવા ન મળ્યા. મલાઈકાએ પોતાના પુત્ર અરહાન સાથે આ ખાસ દિવસની ઉજવણી કરી હતી. અર્જુન કપૂરે તેની બહેન અંશુલા કપૂર સાથે લંડનમાં ક્રિસમસની ઉજવણી કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
