મલાઈકા અરોરાએ અર્જુન કપૂર સાથે આ માટે કર્યુ બ્રેકઅપ? દીકરા અરહાન સાથે જોડાયેલુ સત્ય આવ્યુ સામે
Malaika Arora- Arjun Kapoor: બૉલિવુડ અભિનેત્રી અને અરબાઝ ખાનની પૂર્વ પત્ની મલાઈકા અરોરા હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે. અહેવાલ છે કે 6 વર્ષના લાંબા સંબંધો બાદ મલાઈકા અરોરાએ અત્રજુન કપૂર સાથે બ્રેકઅપ કરી લીધું છે. 2017માં પતિ અરબાઝ ખાન સાથે છૂટાછેડા લીધા પછી, મલાઈકા અરોરા તેના કરતા 12 વર્ષ નાના બૉલિવુડ અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી હતી.
જો મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનું બ્રેકઅપ થઈ ગયું છે અને બંને અલગ થઈ ગયા છે. જો કે આ મામલે હજુ સુધી સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. મલાઈકાના એક નજીકના સૂત્રએ કહ્યું છે કે બંને વચ્ચે કોઈ અણબનાવ નથી અને તેઓ હંમેશા મિત્રો જ રહેશે.

તમને જણાવી દઈએ કે મલાઈકા અને અર્જુન ઘણા સમયથી લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. અરબાઝ ખાન અને મલાઈકા અરોરાએ વર્ષ 2017માં છૂટાછેડા લીધા હતા. જો કે, બંને હંમેશા તેમના પુત્ર અરહાન માટે સાથે જોવા મળે છે. મલાઈકા અને અરબાઝ તેમના પુત્ર માટે ફેમિલી ફંક્શન સહિત અનેક ઈવેન્ટ્સમાં હાજરી આપે છે. મલાઈકા અરોરા બૉલિવુડ એક્ટર અર્જુન કપૂર સાથે લાંબા સમયથી રિલેશનશિપમાં હતી અને આવી સ્થિતિમાં પુત્ર અરહાન તેના પિતા અરબાઝ સાથે રહેતો હતો.
મીડિયા રિપોર્ટસ અનુસાર, અરહાન ખાનને તેની માતા મલાઈકા અરોરા અને તેના બૉયફ્રેન્ડ અર્જુન કપૂર વચ્ચેના સંબંધો પસંદ નહોતા અને તેથી જ તેણે તેના પિતા અરબાઝ ખાન સાથે રહેવાનું પસંદ કર્યું. જોકે અરહાન તેની માતા મલાઈકાને મળતો રહે છે પરંતુ તે ક્યારેય અર્જુન કપૂર સાથે જોવા મળ્યો નથી. અરહાન હંમેશા તેની માતા મલાઈકા અરોરા સાથે જોવા મળે છે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે અરહાનનો તેની માતા મલાઈકા સાથે અર્જુન કપૂરને લઈને વિવાદ છે.
મલાઈકા અરોરાએ તેના અને અર્જુન કપૂરના સંબંધો પર તેના પુત્ર અરહાનની પ્રતિક્રિયા વિશે વાત કરતા કહ્યું હતું - મને લાગે છે કે પરિસ્થિતિઓને ઈમાનદારીથી લેવી જોઈએ. તમારી નજીકના લોકોએ તમને અહેસાસ કરાવવો જોઈએ કે તમારા જીવનમાં શું ચાલી રહ્યું છે. તેમજ તેમને આ સમજવા માટે સમય આપવો જોઈએ. અમે તેના વિશે વાત કરી અને મને ખુશી છે કે અરહાને કંઈ કહ્યું નહીં. જોકે લોકોનું માનવું છે કે ભલે અરહાન કેમેરા પર કોઈ રિએક્શન ન આપે, પરંતુ તેને તેની માતાનો નવો સંબંધ વધુ પસંદ નથી.
આવી સ્થિતિમાં, અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પુત્ર અરહાનના કારણે મલાઈકા અરોરાએ અર્જુન કપૂર સાથેના સંબંધોને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલા પણ ઘણી વખત ખુલાસો થયો છે કે મલાઈકા અરોરાના 21 વર્ષના પુત્ર અરહાનને તેની માતાનો નવો બૉયફ્રેન્ડ અર્જુન કપૂર બિલકુલ પસંદ નહોતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
