Latest: મલાઇકા અને અમૃતાએ કરાવ્યું હોટ ફોટો શૂટ!
મલાઇકા અરોરા અને અમૃતા અરોરાના લેટેસ્ટ હોટ ફોટોશૂટની તસવીરો જુઓ અહીં..
બોલિવૂડ સિસસ્ટર્સ મલાઇકા અરોરા અને અને અમૃતા અરોરા હંમેશા પોતાના હોટ અને બોલ્ડ અવતારને લઇને ચર્ચામાં રહે છે. ખાસ કરીને મલાઇકા અરોરા. તે ક્યારેય ફિલ્મોમાં એક્ટિંગ કરતી જોવા નથી મળી, પરંતુ તેના ડાન્સ નંબર્સ ફિલ્મનું મુખ્ય આકર્ષણ રહ્યાં છે. બાળકો પછી પણ આ બંન્ને બહેનોએ પોતાનું ફિગર ખૂબ સારી રીતે મેઇન્ટેન કર્યું છે. આ બહેનોએ હાલમાં જ એક હોટ ફોટો શૂટ કરાવ્યું છે. મલાઇકા અરોરા અને અમૃતા અરોરાની લેટેસ્ટ હોટ તસવીરો જુઓ અહીં..

હોટ ફોટોશૂટ
અહીં મલાઇકા અરોરા અને અમૃતા અરોરા ગ્રેબ્રિયેલા સાથે પોઝ આપતી નજરે પડે છે. ગેબ્રિયેલાએ જ આ ફોટશૂટનો ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે. મલાઇકાને જોઇને કોઇ કહી ના શકે કે, તેની ઉંમર 43 વર્ષ છે અને તે બે બાળકોની માતા પણ છે. તેની નાની બહેન અમૃતા પણ બે બાળકોની માતા છે.

મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ
મેગેઝિન 'હેલો'ની લેટેસ્ટ એડિશન માટે અમૃતા અને મલાઇકાએ આ હોટ ફોટોશૂટ કરાવ્યું છે. અમૃતા અરોરાએ પોતાની અને સિસ્ટર મલાઇકાની આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.

ડસ્કી બ્યૂટિઝ
આ ફોટોશૂટમાં બંન્ને ડસ્કી બ્યૂટીઝ મલાઇકા અને અમૃતા ખૂબ સુંદર અને હોટ લાગી રહી છે. મલાઇકા અરોરા અવારનવાર યોગા અને ફિટનેસ સેન્ટરની બહાર સ્પોટ થાય છે. તો અમૃતા અનેકવાર કપૂર સિસ્ટર્સ કરિશ્મા અને કરીના સાથે જોવા મળે છે.

કરીના-કરિશ્મા, અમૃતા-મલાઇકા
કરીના કપૂર, કરિશ્મા કપૂર, અમૃતા અરોરા અને મલાઇકા અરોરા ગાઢ મિત્રો છે અને અનેક વાર સાથે પાર્ટી કરતાં જોવા મળે છે. ખાસ કરીને અમૃતા અરોરા અને કરીના કપૂર ઘણા સારા મિત્રો છે. થોડા સમય પહેલાં જ અમૃતા અને કરીનાનો જિમમાં સાથે વર્કઆઉટ કરતો વીડિયો વાયરલ થયો હતો.

હોલિડે ફોટોઝ
મલાઇકા અરોરા અને અરબાઝ ખાનના બહુચર્ચિત ડિવોર્સના થોડા સમય બાદ મલાઇકા અને સિસ્ટર અમૃતા ગોવામાં હોલિડે માણતા નજરે પડ્યા હતા. તે સમયે પણ આ બંન્ને બહેનોની અનેક હોટ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.

ગર્લ્સ ગેંગ
મલાઇકા અને અમૃતા દરિયાકિનારે ગર્લ્સ ગેંગ સાથે કંઇક આ અંદાજમાં જોવા મળ્યા હતા. આ સિવાય મલાઇકાની અરબાઝ અને તેના ફેમિલી સાથેની પણ અનેક તસવીરો વાયરલ થઇ હતી.

મલાઇકા અરોરા
મલાઇકા અને અરબાઝના ભલે ડિવોર્સ થઇ ગયા હોય, પરંતુ આ બંન્નેએ બાળકો ખાતર મૈત્રીપૂર્ણ સંબંધો ટકાવી રાખ્યા છે. મલાઇકા અરબાઝને પોતાનો નવો હેંગઆઉટ બડી ગણાવે છે. ડિવોર્સ બાદ પણ બંન્ને ઘણીવાર ડિનર પર જતા, હોલિડે માણતા અને બાળકો સાથે મસ્તી કરતા નજરે પડ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
