પડકારજનક રોલની શોધમાં છે માહી ગિલ
મુંબઈ, 18 ફેબ્રુઆરી : અભિનેત્રી માહી ગિલે જ્યારથી ભારતીય હિન્દી સિનેમામાં પગલુ મૂક્યું છે, ત્યારથી જ તેમણે જે રોલ લોકો સમક્ષ રજૂ કર્યાં છે, તે હિસાબે તેમની છાપ બિંદાસ્ત તથા સેક્સી અભિનેત્રી બની ગયાં છે. રહી-સહી કસર તેમની તિગ્માંશુ ધુલિયાની હિટ ફિલ્મ સાહેબ, બીવી ઔર ગૅંગસ્ટરે પૂરી કરી દીધી કે જેમાં તેમણે અર્ધનગ્ન થઈ અભિનેતા રણદીપ હુડા સાથે ઇંટીમેટ સીન્સ આપ્યાં. તે સીન્સ જોઈ લોકોની આંખો પહોળી થઈ ગઈ. જે ખુલ્લાપણુ માહીએ તિગ્માંશુની ફિલ્મમાં બતાવ્યું, એટલા સેક્સી અને હૉટ તો તેઓ મૉડર્ન પારોના રોલમાં દેવ ડી ફિલ્મમાં પણ નહોતાં દેખાઈ શક્યા.

જોકે બિંદાસ્ત માહીએ જણાવ્યું છે કે તેમને પડકારજન રોલ કરતા મજા આવે છે. તેથી તેઓ તિગ્માંશુની ફિલ્મ સાહેબ, બીવી ઔર ગૅંગસ્ટર રિટર્ન્સમાં પણ કામકરી રહ્યાં છે. આ ફિલ્મમાં તેમનો રોલ એક ખડૂસ, બિંદાસ્ત તથા ચબરાક મહિલાનો છે. આ રોલ તેમણે ખૂબ જ ખૂબીપૂર્વક ભજવ્યો છે અને તેમને પુરતી આશા છે કે તેમનો આ રોલ લોકોને જરૂર ગમશે. માહી ગિલ જણાવે છે કે તેઓ તેવા રોલ્સને મહત્વ આપે છે કે જે સ્ટ્રૉંગ હોય.
જો એવી જ વાત હોય, તો માહી આપે બુલેટ રાજા માટે આયટમ નંબર કરવાનો સ્વીકાર કેમ કર્યો? આપને જણાવી દઇએ કે આજકાલ દિગ્દર્શક તિગ્માંશુ ધુલિયાની આવનાર ફિલ્મ સાહેબ બીવી ઔર ગૅંગસ્ટર રિટર્ન્સની ખૂબ ચર્ચા છે. તેમાં માહી સાથે જિમી શેરગિલ, રણદીપ હુડા, સોહા અલી ખાન, ઇરફાન ખાન લીડ રોલમાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
