'સુશાંતને સંભળાવા લાગ્યા હતા વિચિત્ર અવાજો, ડર હતો કે લોકો મારી નાખશે'
ડાયકેક્ટર મહેશ ભટ્ટના નજીકના એસોસિએટ અને લેખક સુહિત્રા સેનગુપ્તાએ સુશાંત વિશે એક મોટો ખુલાસો કર્યો છે.
ભારતીય ફિલ્મ જગતનો ઉભરતા સ્ટાર અભિનેતા સુશાંત સિંહ રાજપૂત હવે આપણી વચ્ચે નથી. તેમણે 14 જૂન, રવિવારની સવારે મુંબઈના બાંદ્રા સ્થિત ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. સુશાંત સિંહે આટલુ મોટુ પગલુ કેમ લીધુ એ વાતનો ખુલાસો તો નથી થયો પરંતુ તે ઘણા મહિનાઓથી ડિપ્રેશન સામે લડી રહ્યા હતા. જો કે સુશાંતનો પરિવાર એ માનવા તૈયાર નથી કે તે આત્મહત્યા કરી શકે છે. તેમના પિતાએ સીબીઆઈ તપાસની માંગ કરી છે. આ દરમિયાન ડાયકેક્ટર મહેશ ભટ્ટના નજીકના એસોસિએટ અને લેખક સુહિત્રા સેનગુપ્તાએ સુશાંત વિશે એક મોટો ખુલાસો કર્યો છે.

મહેશ ભટ્ટના નજીકના વ્યક્તિએ સુશાંત વિશે કર્યો ખુલાસો
નેશનલ હેરાલ્ડ ઈન્ડિયા સાથે વિશેષ વાતચીતમાં સુહિત્રા સેનગુપ્તાએ સુશાંતની જિંદગી સાથે જોડાયેલા ઘણા મોટા ખુલાસા કર્યા છે. તે જણાવે છે કે સુશાંત બહુ વાતોડિયા હતા, એક દિવસ તે ભટ્ટ સાહેબ સાથે સડક 2માં રોલ માટે મળવા આવ્યા હતા. એ દરમિયાન તેમનો વ્યવહાર જોઈને ભટ્ટ સાહેબને સમજાઈ ગયુ કે તે ઠીક નથી. સુશાંત એ વખતે ક્વૉંટમ ફિઝિક્સ હોય કે સિનેમા જગત તે દરેક ટૉપિક પર વાત કરી શકતા હતા. ભટ્ટ સાહેબે જણાવી દીધુ કે તેમની હાલત પરવીન બાબી જેવી થઈ ચૂકી છે. સુશાંતને હવે દવાઓ ઠીક નહિ કરી શકે.

સુશાંતને સંભળાવા લાગ્યા હતા વિચિત્ર અવાજો
સુહિત્રા જણાવે છે કે તેની દોસ્ત રિયા ચક્રવર્તીએ સુશાંત સાથે થોડો સમય વીતાવ્યો અને તેણે બહુ કોશિશ કરી કે સુશાંત પોતાની દવાઓ સમય પર લે પરંતુ તેમણે દવાઓ ખાવાની ના પાડી દીધી. સુહિત્રાએ આગળ કહ્યુ કે આત્મહત્યાથી લગભગ એક વર્ષ પહેલા જ સુશાંતે બહારની દુનિયાથી ખુદને અલગ કરી દીધા હતા. રિયાએ તેમની સાથે થોડા દિવસ વીતાવ્યા પરંતુ તે પણ વધુ સમય તેમની સાથે ન રહી શકી. આ જ સમય હતો જ્યારે સુશાંતને વિચિત્ર અવાજો સંભળાવા લાગ્યા હતા.

રિયાને પણ સુશાંતને લાગવા લાગ્યો હતો ડર
સુહિત્રા સેનગુપ્તાએ જણાવ્યુ કે સુશાંસને લાગવા લાગ્યુ હતુ કે લોકો તેને મારવાની કોશિશ કરી રહ્યા છે. એક ઘટનાનો ઉલ્લેખ કરીને સુહિત્રાએ જણાવ્યુ કે રિયા અને સુશાંત એક દિવસ સાથે બેસીની અનુરાગ કશ્યપની મૂવી જોઈ રહ્યા હતા ત્યારે સુશાંતે કહ્યુ કે તેણે અનુરાગની ફિલ્મને ના કહી દીધી છે હવે તે મને મારી દેશે. આ સાંભળીને રિયાને પણ સુશાંતથી ડર લાગવા લાગ્યો હતો. સુહિત્રાએ કહ્યુ, જ્યારે આ વાતો ભટ્ટ સાહેબને ખબર પડી તો તેમણે પણ રિયાને સુશાંતથી દૂર રહેવાની સલાહ આપી.

મહેશ ભટ્ટે રિયાને સુશાંતથી અલગ રહેવા માટે કહ્યુ
સુહિત્રાએ આગળ જણાવ્યુ કે મહેશ ભટ્ટે રિયાને સમજાવીને કહ્યુ કે હવે તે કંઈ કરી શકતી નથી. જો તે સુશાંત સાથે રહી તો તેના પર પણ એની ખરાબ અસર પડશે. ત્યારબાદ રિયા સુશાંતની બહેનની રાહ જોવા લાગી જેથી તે આવે અને તેને સંભાળે. તમને જણાવી દઈએ કે પોલિસને સુશાંતના ઘરેથી કોઈ સુસાઈડ નોટ નથી મળી જેના કારણે તેમના મોત પાછળની અસલી કારણ કોઈ જણાવી શકતુ નથી. સુશાંતના મોત બાદથી દરેકના મનમાં આ જ સવાલ છે કે છેવટે તેણે આવુ કેમ કર્યુ?
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
