Pics : માધુરીના ઘાઘરાએ લુંટ્યું આઇફા 2013
મુંબઈ, 8 જુલાઈ : ફરી એક વાર બૉલીવુડ દિવા માધુરી દીક્ષિતે પોતાના લટકાં-ઝટકાં સાથે આઇફા સોના લોકોને ઘેલુ લગાડી દીધું. પ્રથમ વાર આઇફા ઍવૉર્ડ્સ શોના સ્ટેજ ઉપર થિરકતાં માધુરીએ પોતાના લેટેસ્ટ હિટ આયટમ સૉંગથી લોકોના દિલ જીતી લીધાં.
માધુરી દીક્ષિત સાથે સ્ટેજ ઉપર તેમનો સાથ આપ્યો રણબીર કપૂર. યે જવાની હૈ દીવાની ફિલ્મના હાય રે મેરા ઘાઘરા... આયટમ સૉંગ ઉપર માધુરી દીક્ષિત અને રણબીર કપૂર મન મૂકીને ઠુમકાં લગાવ્યાં. માધુરીએ સ્ટેજ ઉપર ઘાઘરા આયટમ સૉંગ ઉપરાંત મેરા પિયા ઘર આયા... ડોલા રે ડોલા... અને એક દો તીન... ઉપર પણ ખૂબ ધમાવ મચાવી.
આવો આઇફા ઍવૉર્ડ્સ શોમાં માધુરી દીક્ષિતની તસવીરો માણીએ :

દર્શકોએ આપ્યું સ્ટૅન્ડિંગ ઓવિએશન
આઇફાના સ્ટેજે પરફૉર્મ કરતાં માધુરી દીક્ષિતને દર્શકો તરફથી ભરપૂર પ્રેમ અને સહકાર મળ્યો. લોકોએ માધુરીને સ્ટૅન્ડિંગ ઓવિએશન આપ્યું કે જે પોતાની રીતે ખાસ બાબત હતી.

માધુરીનો જાદુ બરકરાર
માધુરી દીક્ષિતનો જલવો અને જાદુ આજેય જળવાયેલા છે. આ બાબત આઇફામાં સાબિત થઈ ગઈ.

બાર વર્ષે કમબૅક
માધુરીએ ભારતીય મૂળના અમેરિકી તબીબ ડૉ. શ્રીરામ નેને સાથે 1999માં લગ્ન કર્યુ હતું અને પછી ડેનવર ખાતે વસી ગયા હતાં. 2011માં ભારત પાછા ફરનાર માધુરી બે પુત્રો એરિન તથા રેયાનના માતા છે.

ગુલાબ ગૅંગ-ડેઢ ઇશ્કિયા
હાલ માધુરી દીક્ષિત બૉલીવુડની મહત્વના પ્રોજેક્ટો ગુલાબ ગૅંગ તથા ડેઢ ઇશ્કિયા જેવી ફિલ્મોમાં કામ કરી રહ્યાં છે. ટેલીવિઝન રિયલિટી ડાન્સ કાર્યક્રમ ઝલક દિખલા જા શોને પણ માધુરી હોસ્ટ કરી રહ્યાં છે. ઉપરાંત તેમણે એક ઑનલાઇન ડાન્સ એકેડેમી પણ ખોલી છે કે જેમાં તેઓ એક નૃત્ય ગુરૂ તરીકે નજરે પડશે.

ડિમાંડ જળવાયેલી છે
માધુરી ત્રીજી ઇનિંગ રૂપેરી પડદે કયો કમાલ કરશે, તે તો હજી ખબર નથી, પણ એટલું નક્કી છે કે માધુરીની ડિમાંડમાં કોઈ કમી નથી આવી. આજે પણ મોટી-મોટી ફિલ્મોના નિર્માતાઓ તેમને સાઇન કરવા આતુર છે. એટલે જ તો ટીવીથી માંડી મોટા પડદા ઉપર માધુરી પોતાના ડાન્સના જલવા પાથરતાં દેખાઈ રહ્યાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
