પરિવાર સાથે અહીં રજાઓ માણી રહી છે માધુરી દીક્ષિત, ફોટા વાયરલ
સોશિયલ મીડિયા પર પણ પોતાની પર્સનલ લાઈફ વિસે વધુ ચર્ચા ન કરનારી માધુરી દીક્ષિતે આ વખતે પોતાના પરિવારના ફોટા પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યા છે.
બોલિવુડની ગજગામિની એટલે કે માધુરી દીક્ષિત નેને હિંદી સિનેમાની તે અભિનેત્રીઓની લિસ્ટમાં શામેલ છે જે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને એકદમ અલગ રાખીને ચાલે છે. જ્યારે તે કામ કરે છે ત્યારે તે ભૂલી જાય છે કે તેની પર્સનલ લાઈફ પણ છે અને જ્યારે તે ફેમિલી સાથે હોય ત્યારે તે માત્ર અને માત્ર પરિવાર સાથે જ હોય છે અને કદાચ આ જ વાત માધુરીને બીજા સ્ટાર્સથી અલગ પાડે છે. આ જ કારણે તેની ગણતરી બોલિવુડની આદર્શ અભિનેત્રીઓની શ્રેણીમાં થાય છે.

માધુરીએ શેર કર્યા પરિવારના ફોટા
સોશિયલ મીડિયા પર પણ પોતાની પર્સનલ લાઈફ વિસે વધુ ચર્ચા ન કરનારી માધુરી દીક્ષિતે આ વખતે પોતાના પરિવારના ફોટા પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યા છે. જે તેના ચાહકો માટે કોઈ મોટી ગિફ્ટથી કમ નથી.

ડૉ. શ્રીરામ નેને અને પુત્ર રેયાન સાથે માધુરી
ફોટા પરથી માલુમ પડે છે કે માધુરી હાલમાં સ્પેનમાં પોતાના પરિવાર સાથે રજાની મઝા માણી રહી છે. ફોટામાં તે પોતાના પતિ ડૉ. શ્રીરામ નેને અને પુત્ર રેયાન સાથે Segway ની સવારી કરતી જોવા મળી રહી છે. ફોટામાં માધુરી ઘણી કુલ જોવા મળી રહી છે. રેડ કેપ અને બ્લ્યુ ડેનિમ અને બ્લેક ચશ્મામાં માધુરીને જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો ખૂબ મુશ્કેલ છે.

માધુરીના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ
તમને જણાવી દઈએ કે માધુરીના આ ફોટા અત્યાર સુધીમાં 76,000 લાઈક્સ મળી ચૂકી છે. લોકો તેના ફોટાને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને સરસ સરસ કમેન્ટ આપી રહ્યા છે. કોઈએ તેની સુંદરતાની પ્રશંસા કરી તો કોઈએ કહ્યુ કે આ એક પરફેક્ટ ફેમિલી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
