Pics : માધુરીએ કર્યાં રણબીરના ભરપેટ વખાણ
મુંબઈ, 28 મે : માધુરી દીક્ષિત, કરણ જૌહર અને રેમો ડિસૂઝા જેવા શ્રેષ્ઠ ડાન્સર્સ તથા જજિસ સાથે સૌથી મોટા ટેલીવિઝન ડાન્સ શો ઝલક દિખલા જાની શરુઆત 1 જૂનથી થનાર છે. ઝલક દિખલા જા શોની આ સીઝન વધુ મનોરંજક હશે, કારણ કે તેના પ્રથમ જ પ્રીમિયર એપિસોડે માધુરી દીક્ષિત અને રણબીર કપૂર સાથે ડાન્સ કરતાં નજરે પડશે.
તાજેતરમાં જ ઝલક દિખલા જા 6 શો લૉન્ચ થયો અને તે દરમિયાન ત્રણે જજો તથા બાકી 12 સ્પર્ધકોએ મળી ખૂબ ધમાલ મચાવી અને મીડિયાના સવાલોના જવાબ આપ્યાં. આ પ્રસંગે માધુરીએ એક બાજુ પોતાના સૌંદર્ય તથા પોતાના શ્રેષ્ઠ ડાન્સ વડે લોકોના ધબકારા વધાર્યાં, તો બીજી બાજુ કરણ જૌહરે પણ પોતાના સુંદર ડાન્સ સ્ટેપ્સ સાથે લોકોને પોતાના ડાન્સનું ઘેલું લગાડ્યું.
આ પ્રસંગે માધુરીએ પોતાના એક્સપીરિયંસ શૅર કર્યાં. તેમણે જણાવ્યું કે ઝલક દિખલા જા એક એવો શો છે કે જ્યાં પ્રથમ દિવસે જ કોઇક સ્પર્ધક એવો ડાન્સ કરે છે કે જોઈને અમે હેરાન રહી જઇએ છીએ. આપણને લાગે કે શોનો વિનર એ જ રહેશે, તો બીજી બાજુ છેલ્લા દિવસે પણ એવો ડાન્સ પરફૉર્મન્સ થાય છે કે અમે શૉક્ડ રહી જઇએ છીએ.
દરમિયાન માધુરી દીક્ષિતે રણબીર કપૂરના ભરપેટ વખાણ કર્યાં. રણબીર કપૂરની યે જવાની હૈ દીવાની ફિલ્મમાં માધુરીએ ઘાઘરા સૉંગ રણબીર સાથે કર્યું છે.
આવો તસવીરોમાં જોઇએ માધુરી-રણબીરની ઝલક.

માધુરીએ રણબીરના કર્યા વખાણ
ઝલક દિખલા જા શોના લૉન્ચિંગ પ્રસંગે રણબીર કપૂરના માધુરીએ ભરપેટ વખાણ કર્યાં. માધુરીએ જણાવ્યું કે રણબીર સાથે ડાન્સ કરતાં એમ લાગે છે જાણે રણબીર ખાન્સ કરતાં આગળ નિકળી જશે.

માધુરીએ કહ્યું - જરૂર
માધુરી દીક્ષિતે એક પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું - રણબીર કપૂર એક ખૂબજ સારા એક્ટર છે અને તેમણે અત્યાર સુધી સારી એક્ટિંગ કરી છે. તેઓ જરૂર ઇન્ડસ્ટ્રીમાં આગળ વધશે અને એક બહેતરીન એક્ટિર બનશે.

કરણ માટે વન્સ મોર
કરણ જૌહરે પણ આ પ્રસંગે બહેતરીન પરફૉર્મન્સ આપી. દરેકે કરણને વધુ એક વાર ડાન્સ કરવા કહ્યું.

હું હંમેશા મોડો પડુ છું
કરણ જૌહરને પૂછવામાં આવ્યું કે તેઓ બેહતરીન દિગ્દર્શક અને એક્ટર પણ રહ્યાં છે, તો ડાન્સર બનવામાં મોડા કેમ પડ્યાં? કરણે જણાવ્યું કે તેઓ હંમેશા જ મોડા પડે છે.

તો હું પોતાને બહાર મોકલત
શોના હોસ્ટ માધુરીને પૂછાયું કે જો શોમાં અમિતાભ બચ્ચન, મિથુન ચક્રવર્તી તથા જિતેન્દ્ર હોત, તો તેમાંથી આપ કોને બહાર મોકલાવત. માધુરીએ જણાવ્યું કે તેઓ પોતે જ નિકળી ગયા હોત, કારણ કે આ ત્રણે બહેતરીન ડાન્સર્સ છે. આને કહેવાય બ્યૂટી વિથ બ્રેન.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
