કૅલેન્ડર ગર્લ્સનો First Look રિલીઝ : જુઓ મધુરની Bold ફિલ્મો
મુંબઈ, 25 ઑગસ્ટ : બૉલીવુડમાં બોલ્ડ અને યથાર્થ વિષયો પર ફિલ્મો બનાવવા માટે જાણીતા નિર્માતા-દિગ્દર્શક મધુર ભંડારકર હવે લઈને આવી રહ્યા છે કૅલેન્ડર ગર્લ્સ. મધુરની આ નવી ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે.
મધુર ભંડારકરે માઇક્રોબ્લૉગિંગ સાઇટ પર કૅલેન્ડર ગર્લ્સ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો અને જાહેરાત કરી કે આ ફિલ્મ 1લી મે, 2015ના રોજ રિલીઝ થશે. મધુરે જણાવ્યું કે કૅલેન્ડર ગર્લ્સ ફિલ્મનું શૂટિંગ ચાલુ છે. તેની શરુઆત 23મી જુલાઈથી થઈ હતી. શૂટિંગ 40 દિવસમાં પૂર્ણ કરવાનું છે. કૅલેન્ડર ગર્લ્સ ફિલ્મમાં 5 નવી અભિનેત્રીઓને લૉન્ચ કરવામાં આવી રહી છે. ફિલ્મની વાર્તા એવી મૉડેલ્સની છે કે જે કૅલેન્ડર્સમાં સ્થાન પામ્યા બાદ જાણીતી બની.
ચાલો તમને પણ બતાવીએ કૅલેન્ડર ગર્લ્સનો ફર્સ્ટુ લુક અને સાથે જ જુઓ મધુર ભંડારકરની બોલ્ડ ફિલ્મો :

ત્રિશક્તિ
મધુર ભંડારકરના દિગ્દર્શન હેઠળની પ્રથમ ફિલ્મ ત્રિશક્તિ (1999) હતી કે જે બહુ સફળ નહોતી થઈ.

ચાંદની બાર
મધુર ભંડારકરે 2001માં ચાંદની બાર બનાવી ધૂમ મચાવી દીધી હતી. ફિલ્મમાં અનેક બોલ્ડ દૃશ્યો હતાં. આ ફિલ્મ બદલ મધુર ભંડારકરને અન્ય સામાજિક મુદ્દે બેસ્ટ ફિલ્મ બનાવવાનો નેશનલ ઍવૉર્ડ મળ્યો હતો.

સત્તા
2003માં મધુરે સત્તા ફિલ્મ બનાવી કે જેનું દિગ્દર્શન ઉપરાંત લેખન પણ તેમણે જ કર્યુ હતું. આ ફિલ્મે ઑલ ઇંડિયા હ્યૂમન રાઇટ્સ એસોસિએશન ઍવૉર્ડ મેળવ્યો હતો.

આન
2004માં મધુર દિગ્દર્શિત-લિખિત વધુ એક ફિલ્મ આન મેન એટ વર્ક આવી કે જે મહદઅંશે નિષ્ફળ રહી હતી.

પેજ 3
મધુર ભંડારકરની સુપર હિટ ફિલ્મોમાં પેજ 3નો પણ સમાવેશ થાય છે. પેજ 3ને નેશનલ ફિલ્મ ઍવૉર્ડ ફૉર બેસ્ટ ફીચર ફિલ્મ મળ્યો હતો.

કૉર્પોરેટ
મધુરની 2006માં આવેલી કૉર્પોરેટ ફિલ્મ પણ કૉર્પોરેટ જગતની પોલ ખોલતી હતી. આ ફિલ્મને આઈઆઈએમ-અમદાવાદે કેસ સ્ટડી તરીકે લીધી હતી.

ટ્રૅફિક સિગ્લન
2007માં મધુર ભંડારકરે વધુ એક યથાર્થ આધારિત ફિલ્મ ટ્રૅફિક સિગ્લન આપી કે જેને લઈને મધુરને નેશનલ ફિલ્મ ઍવૉર્ડ ફૉર બેસ્ટ ડાયરેક્ટરનો ઍવૉર્ડ મળ્યો હતો.

ફૅશન
મધુરે ફૅશન જગતની હકીકતો ઉજાગર કરતી ફિલ્મ ફૅશન બનાવી હતી. આ ફિલ્મ પણ હિટ રહી હતી.

જેલ
2009માં આવેલી જેલ ફિલ્મ જેલની હકીકતોનો ખુલાસો કરતી હતી.

દિલ તો બચ્ચા હૈ જી
મધુર ભંડારકરે 2011માં દિલ તો બચ્ચા હૈ જી ફિલ્મ બનાવી હતી કે જેમાં પ્રેમને કોઈ ઉંમર ન હોવાનો આધાર હતો.

હીરોઇન
મધુર ભંડારકરની છેલ્લી ફિલ્મ હીરોઇન હતી કે જેમાં ગ્લૅમર જગતની હકીકતોનો પર્દાફાશ કરાયો હતો.

કૅલેન્ડર ગર્લ્સ
મધુર ભંડારકર હવે કૅલેન્ડર ગર્લ્સ ફિલ્મ લઈને આવી રહ્યા છે કે જેમાં કૅલેન્ડર પેજ પર સ્થાન પામ્યા બાદ પ્રસિદ્ધિ મેળવનાર મૉડેલ્સની વાર્તા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
