ઑડિશનમાં વારંવાર કરી ગંદી ડિમાન્ડ, ‘તુ આટલી ગોરી છે તો કપડા વિના...'
માનવીએ સ્પૉટબૉયને આપેલા ઈન્ટરવ્યુમા પોતાની સાથે થયેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો. માનવીએ જણાવ્યુ કે તેણે કામ મેળવવા માટે કેવા પ્રકારની ઘટનાઓમાંથી પસાર થવુ પડ્યુ.
અભિનેત્રી માનવી ગગરુ હાલમાં જ ફિલ્મ ઉજડે ચમનમાં જોવા મળી હતી. તે ઘણા લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે અને ટીવીએપ 'ટ્રિપલિંગ' અને 'ફોર મોર શૉટ્સ' જેવી વેબ સીરિઝમાં પણ લીડ ભૂમિકા ભજવી ચૂકી છે. માનવીએ સ્પૉટબૉયને આપેલા ઈન્ટરવ્યુમા પોતાની સાથે થયેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો. માનવીએ જણાવ્યુ કે તેણે કામ મેળવવા માટે કેવા પ્રકારની ઘટનાઓમાંથી પસાર થવુ પડ્યુ. આ ઉપરાંત માનવીએ ઑડિશન દરમિયાન થયેલા કડવા અનુભવ વિશે પણ જણાવ્યુ. આમાં શામેલ લોકોનુ નામ લીધા વિના માનવીએ કહ્યુ કે તેને એક ઑફિસમાં ઑડિશન દરમિયાન રેપ સીન વારંવાર કરવા માટે કહેવામાં આવ્યુ.

ઑફિસમાં માત્ર બે જણ હતા અને મને...
ઈન્ટરવ્યુમાં માનવીએ જણાવ્યુ કે, ‘મને યાદ છે કે હું એક ઑડિશમાંથી ભાગી ગઈ હતી, આમાં મને એક ઑફિસમાં યૌન શોષણનો સીન ઑડિશનમાં આપવા માટે કહેવામાં આવ્યુ હતુ, આ રૂમમાં માત્ર બે પુરુષ બેઠા હતા. જે રૂમ કે ઑફિસ હતી,તેમાં એક બેડ પણ હતો.'

જેની સાથે કામ વિશે વાત કરી, તેણે શરીર વિશે કર્યા ભદ્દા મેસેજ
થોડા સમય પહેલા આપેલા એક બીજા ઈન્ટરવ્યુમાં માનવીએ એક અનુભવ શેર કર્યો હતો. માનવીએ જણાવ્યુ કે એક વ્યક્તિ સાથે તે કામ અંગે વાત કરી રહી હતી પરંતુ તેણે તેને ભદ્દા મેસેજ કરવા શરૂ કરી દીધા. માનવીએ જણાવ્યુ કે, ‘એ વ્યક્તિએ મને મેસેજ કરીને કહ્યુ, અરે તુ કપડામાં આટલી ગોરી લાગે છે, તો કપડા વિના કેવી દેખાઈશ મે એ વ્યક્તિને તરત જ બ્લૉક કરી દીધો.' તમને જણાવી દઈએ કે માનવીએ 2007માં સીરિયલ ‘ધૂમ મચાઓ ધૂમ'થી કરિયરની શરૂઆત કરી હતી. તેની આગામી ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન' છે. આમાં તેની સાથે આયુષ્માન ખુરાના, જિતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા, સુનીતા રાજવર અને ગજરાજ રાવ હશે.

ફિલ્મ ઉજડા ચમનમાં વધુ વજનવાળી મહિલાની ભૂમિકા નિભાવી
માનવીએ ફિલ્મ ઉજડા ચમનમાં સની સિંહ સાથે છે. આ ફિલ્મમા તેણે એક મોટા આકારની મહિલાની ભૂમિકા નિભાવી હતી જે એક ટકલા વ્યક્તિને પ્રેમ કરે છે. આ ફિલ્મ ટકલા પુરુષોની સામાજિક સ્થિતિ વિશે વાત કરે છે. સાથે જ આ ફિલ્મ એ મહિલાઓના જીવન પર પણ પ્રકાશ ફેંકે છે જેનુ વજન વધુ હોય છે. આ તેમના સંઘર્ષોની ઝલક પણ આપે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
