એમ એસ ધોની: રેકૉર્ડ પર રેકૉર્ડ બનાવી રહી છે આ 100 કરોડની ફિલ્મ... ધમાકેદાર!
સુશાંતસિંહ રાજપૂત સ્ટારર ફિલ્મ એમ એસ ધોનીએ બે સપ્તાહમાં 121.48 કરોડનું કલેક્શન કરી લીધુ છે. જી હા, માત્ર આટલુ જ નહિ, આ ફિલ્મ બૉલિવુડની સૌથી વધુ કમાણી કરનારી બાયોપિક ફિલ્મ બની ચૂકી છે. બીજા નંબરે છે 103.5 કરોડ સાથે ફરહાન અખ્તરની ફિલ્મ ' ભાગ મિલ્ખા ભાગ ' જ્યારે 85 કરોડ સાથે ' ધ ડર્ટી પિક્ચર ' ત્રીજા નંબરે. નીરજ પાંડેની આ ફિલ્મે એક પછી એક ઘણા રેકૉર્ડસ તોડ્યા છે. એમાં કોઇ બેમત નથી કે આ 2016 ની એક શાનદાર ફિલ્મ સાબિત થઇ છે.

તમને જણાવી દઇએ કે આ ફિલ્મ આ વર્ષની પાંચમી 100 કરોડી ફિલ્મ છે. ધોની ઉપરાંત સુલતાન, એરલિફ્ટ, હાઉસફૂલ 3 અને રુસ્તમે 100 કરોડનો આંકડો પાર કર્યો છે.

એમ એસ ધોની બૉલીવુડની 100 કરોડ ક્લબની 46 મી ફિલ્મ બની છે.

તમને જણાવી દઇએ કે, પહેલા વીકેંડ પર ઓવરસીઝ કમાણીમાં એમ એસ ધોની આ વર્ષની ચોથી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. તેની ઉપર.. સુલતાન, ફેન અને હાઉસફૂલ 3 છે.

આ ઉપરાંત, એમ એસ ધોની - ધી અનટોલ્ડ સ્ટોરી પહેલા વીકેંડમાં સૌથી વધુ કમાણી કરનારી બાયોપિક ફિલ્મ બની ગઇ છે.

આટલુ જ નહિ, આ ફિલ્મ સુશાંતસિંહ રાજપૂતના કેરિયરની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનર સાબિત થઇ છે. આ ફિલ્મે 21.50 કરોડની ઓપનિંગ કરી છે.

વળી, નીરજ પાંડેના કેરિયરની પણ સૌથી મોટી ઓપનર સાબિત થઇ છે.

એમ એસ ધોની વર્ષ 2016 ની બીજી સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ છે. આ પહેલા માત્ર સલમાનખાનની ફિલ્મ સુલતાન જ છે.

આ ફિલ્મ લગાન બાદ સૌથી વધુ કમાનારી ક્રિકેટ ફિલ્મ છે, જેને દર્શકોએ આટલી પસંદ કરી છે.

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
