ઇમરાન હાશમીના ઘરમાં છોકરીએ મચાવ્યો હોબાળો
મુંબઈ, 19 એપ્રિલ : સામાન્ય રીતે અનેક ફિલ્મોમાં જોવામાં આવે છે કે કોઈ છોકરી હીરોના ઘરમાં પોલીસ લઈને ઘુસી જાય અને કહે કે સાહેબ આ જ તે છોકરો છે કે જેણે મારી સાથે લગ્ન કર્યાં અને છોડીને જતો રહ્યો, પરંતુ રીલ લાઇફનો આ રીયલ ડ્રામ સીરિયલ કિસર ઇમરાનના ઘરમાં ગઈકાલે ત્યારે થયો કે જ્યારે તેઓ પોતાની ફિલ્મ એક થી ડાયનના સ્પેશિયલ પ્રીમિયરમાં જવાના હતાં.

ઇમરાન હાશમી ઘરેથી નિકળતા હતાં કે તે જ વખતે રશ્મિ સિંહ નામની એક છોકરી પોલીસ ફોર્સ સાથે ઇમરાનના ઘરે પહોંચી ગઈ અને ચીસો પાડી કહેવા લાગી - ઇમરાન હાશમીએ મારી સાથે લગ્નનો વાયદો કર્યો હતો, પરંતુ પોતાનો મતલબ પૂરો થયા બાદ મને છોડીને જતા રહ્યાં છે. રશ્મિ સિંહનું કહેવું છે કે ઇમરાન અને તેમની વચ્ચે ફિજિકલ રિલેશન્સ પણ છે. છોકરી લખનઉની રહેવાસી છે.
જોકે છોકરીનું આ નાટક વધુ વાર ચાલી શક્યું નહીં, કારણ કે છોકરી હકીકતમાં ઇમરાન હાશમીને ઓળખતી જ નહોતી. પોલીસનું કહેવું છે કે છોકરીની મનોસ્થિતિ સારી નથી. અમે તેના અંગે તપાસ કરી રહ્યાં છીએ. ખેર હોબાળો શાંત તો થઈ ગયો, પરંતુ ત્રણ કલાક ચાલેલ આ નાટકે ઇમરાન હાશમી અને તેમના પરિવારને હેરાન જરૂર કરી નાંખ્યાં. હોબાળો શાંત થયા બાદ જ ઇમરાન એક થી ડાયન ફિલ્મના પ્રીમિયર માટે નિકળી શક્યાં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
