Pics : લુટેરાના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં માતાએ લુંટાવ્યો પ્રેમ!
મુંબઈ, 2 જુલાઈ : આગામી 5મી જુલાઈએ રૂપેરી પડદે આવતી એકતા કપૂર નિર્મિત લુટેરા ફિલ્મ અંગે એકતા કપૂરે અગાઉથી જ એલાન કર્યું છે કે તેમની આ ફિલ્મ બૉક્સ ઑફિસે જરૂર હિટ થશે. એકતા ફિલ્મના પ્રેઝેંટેશનથી ખાસા પ્રભાવિત છે. તેથી એકતા પોતાની આ ફિલ્મને પોતાના ફૅન્સને બતાવવા માંગતા હતાં. તેથી તેમણે મુંબઈના સ્ટુડિયોમાં પોતાના ફૅન્સ માટે આ ફિલ્મનું સ્ક્રીનિંગ યોજ્યું કે તેમાં લુટેરા ફિલ્મની ટીમ ઉપરાંત બૉલીવુડના દિગ્ગજો પહોંચ્યા ફિલ્મ જોવા અને મન મૂકીને વખાણ કર્યાં.
લોકોનો રિસ્પૉન્સ જોઈ લાગે છે કે એકતા કપૂરની ભવિષ્યવાણી સાચી પડનાર છે, કારણ કે ફિલ્મ જોયા બાદ દરેકના ચેહરે ચમક અને હોઠોએ સોનાક્ષી સિન્હા તેમજ રણવીર સિંહ જ હતાં. જોકે સાચે જ એકતા કપૂર નિર્મિત લુટેરા હિટ થઈ, તો બૉક્સ ઑફિસે તે એકતાની હૅટ્રિક ગણાશે. અગાઉ તેમની બે ફિલ્મો એક થી ડાયન તેમજ શૂટઆઉટ એટ વડાલા પણ હિટ થઈ ચુકી છે.
દરમિયાન લુટેરાના સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન માતાએ પોતાના પુત્રી ઉપર ખૂબ વહાલ વરસાવ્યો. સ્ક્રીનિંગ દરમિયાન સોનાક્ષી સિન્હાના માતા પૂનમ સિન્હા પણ હાજર હતાં અને તેઓ પુત્રીનું કામ જોઈ ખૂબ ખુશ થઈ ગયાં.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

સોનાક્ષી-પૂનમ
પોતાના પુત્રી સોનાક્ષીના અદ્ભુત અભિનયથી ખુશ થઈ પૂનમ સિન્હાનો પ્રેમ કંઈક આવી રીતો ઉભરાઈ આવ્યો.

એકતાની વધુ એક ફિલ્મ
નિર્માતા એકતાએ દાવો કર્યો કે ફિલ્મ જરૂર હિટ થશે.

રણવીર-સોનાક્ષી
લુટેરામાં રણવીર-સોનાક્ષી સાથે કામ કરી રહ્યાં છે. બંનેના ગ્રાન્ડ લુકે સૌનું ધ્યાન ખેંચ્યું છે.

કરણે સેક્સી જોડી જણાવી
આ પ્રસંગે કરણ જૌહરે સોનાક્ષી-રણવીરની જોડીને સેક્સી ગણાવી.

ચેતન ભગત
જાણીતા લેખક ચેતન ભગતે ફિલ્મ જોયા બાદ તેને બહુ સારી ગણાવી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
