Shock: આ અભિનેત્રી એ સલમાન સહિત બધા જ સ્ટારને કહ્યા વાંદરા...
બોલિવૂડની અભિનેત્રી રહી ચુકેલી લીઝા રે એ ફેમસ થવાના ચક્કરમાં એક લાઈન ક્રોસ કરી દીધી છે. આપણે જણાવી દઈએ કે તેને દીપિકા પાદુકોણે, પ્રિયંકા ચોપરા, શાહિદ કપૂર સહિત સલમાન ખાન ની તુલના વાંદરા સાથે કરી દીધી છે.
લીઝા રે એ ટ્વિટર પર એક તસ્વીર પોસ્ટ કરી છે. આ તસ્વીર આઈફા પ્રેસ કોન્ફ્રન્સની છે જ્યાં સલમાન ખાન સાથે સ્ટેજ પર બીજા સ્ટાર પણ હાજર હતા. સલમાન ખાને કહ્યું હતું કે તે ઓછું બોલે તે જ તેના માટે સારું રહશે.
સલમાન ખાને હાલમાં જ આપેલા તેના રેપવાળા નિવેદન પર મજાકમાં કહ્યું હતું. પરંતુ લીઝા રે એ આ કમેન્ટ પણ ગંભીરતાથી લીધું. લીઝા રે એ ટ્વિટર પર એક તસ્વીર પોસ્ટ કરી જેમાં તેને સલમાન ખાન ની સાથે રહેલા સ્ટારના ચેહરા પર વાંદરાનો ચેહરો ફિટ કરી દીધો.
જાણો સલમાન ખાન ના રેપવાળા નિવેદન પર કોણે શુ શુ કહ્યું છે...

લીઝા રે
લીઝા રે એ ટ્વિટર પર એક તસ્વીર પોસ્ટ કરી જેમાં તેને સલમાન ખાન ની સાથે રહેલા સ્ટારના ચેહરા પર વાંદરાનો ચેહરો ફિટ કરી દીધો.

નવાઝુદ્દીન સિદીકી
નવાઝુદ્દીન સિદીકી એ કહ્યું કે સલમાન ખાને તે શબ્દોનો ઉપયોગ ઉદાહરણ તરીકે કર્યો હતો તેના પર આટલો હોબાળો ના કરવો જોઈએ.

રેણુકા સહાને
રેણુકા સહાનેએ કહ્યું કે રેપ પીડિતા આખું જીવન આ દર્દ સહન કરે છે થોડીક માનવતા બતાવો.

અરબાઝ ખાન
અરબાઝ ખાને કહ્યું મીડિયા પર ગુસ્સો કરતા કહ્યું કે તેમણે સલમાન ખાન પર કોઇ GPRS ફિટ નથી કરી રાખ્યું કે તેમને ખબર હોય કે સલમાન ક્યારે ક્યાં છે. જો કે અરબાઝે માન્યું કે સલમાન ખાને જે પણ કહ્યું તે અયોગ્ય છે. અને સાથે જ ઉમેર્યું કે તે વાતનો અહેસાસ સલમાનને પણ છે. પણ આવા નિવેદનોને ખોટી રીતે ફેલવવા ના જોઇએ.

કંગના રાણાવત
કંગના રાણાવત એ સલમાન ખાન ના આ નિવેદનને અમાનવીય જણાવ્યું હતું.

સલીમ ખાન
સલીમ ખાને કહ્યું કે સલમાને કેમ માફી માંગવી જોઈએ જે કઈ પણ થઈ રહ્યું છે તે ખોટું છે સલમાન નો વિરોધ એટલા માટે થઈ રહ્યો છે કે તે સ્ટાર છે.

સોના મહાપાત્ર
તેને કહ્યું કે હીટ એન્ડ રન કેસ, ચિંકારા કેસ હવે રેપ નિવેદન તો પણ દેશનો હીરો.

અનુરાગ કશ્યપ
અનુરાગ કશ્યપે પણ સલમાન ખાનને બેજવાબદાર ગણાવ્યો હતો.

શું છે વાત?
સલમાન ખાને તેની ફિલ્મ સુલ્તાનના પ્રમોશન માટે આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે સુલ્તાનની ટ્રેનિંગ વખતે મારી હાલત તેવી હતી કે હું રેપ વિક્ટિમ જેવું અનુભવતો હતો.

ટ્વિટર પર ગુસ્સો
જે બાદ સલમાન ખાનનો ટ્વિટર પર જોરદાર વિરોધ થયો. લોકોનું કહેવું હતું કે સલમાન ખાન એક સુપરસ્ટાર તરીકે આવી કમેન્ટ કરી રીતે આપી શકે.

પ્રદર્શન
એટલું જ નહીં કેટલીક મહિલાઓએ સલમાન ખાનના ઘરની આગળ પ્રદર્શન કરી આ વાતનો વિરોધ પણ કર્યો. અને સલમાન ખાનની માફીની માંગ પણ કરી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
