લેસ્બિયન યુવતિઓની ફિલ્મ 'ખતરા: ડેંજરસ' રિલિઝ માટે તૈયાર, મનાઇ રહી છે સૌથી બોલ્ડ અને વિવાદીત ફિલ્મ
નિર્દેશક રામ ગોપાલ વર્માની ફિલ્મ 'ખતરઃ ડેન્જરસ'ની રિલીઝનો રસ્તો સાફ થઈ ગયો છે. બોલ્ડ સીન્સ માટે લાંબા સમયથી સેન્સરમાં અટવાયેલી આ ફિલ્મને A (એડલ્ટ) સર્ટિફિકેટ સાથે રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવી છે. બોર્ડની મંજૂરી બાદ હવ
નિર્દેશક રામ ગોપાલ વર્માની ફિલ્મ 'ખતરઃ ડેન્જરસ'ની રિલીઝનો રસ્તો સાફ થઈ ગયો છે. બોલ્ડ સીન્સ માટે લાંબા સમયથી સેન્સરમાં અટવાયેલી આ ફિલ્મને A (એડલ્ટ) સર્ટિફિકેટ સાથે રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવી છે. બોર્ડની મંજૂરી બાદ હવે તે 8 એપ્રિલ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ જાણકારી પ્રોડ્યુસર રામ ગોપાલ વર્માએ પોતે આપી છે.

રામ ગોપાલ વર્માએ ખુશી વ્યક્ત કરી હતી
રામ ગોપાલ વર્માએ ટ્વીટર પર ફિલ્મની રિલીઝ પર ખુશી વ્યક્ત કરી છે. તેણે ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે, જેના પર રિલીઝ ડેટ 8મી એપ્રિલ લખવામાં આવી છે. રામ ગોપાલ વર્માએ કહ્યું છે કે તેઓ ખતરા: ડેન્જરસને એ સર્ટિફિકેટ મળવાથી ખુશ છે. વર્માએ કહ્યું છે કે આ બે મહિલાઓ વચ્ચેની લવ સ્ટોરી છે, જેમાં સમલૈંગિક સંબંધો દર્શાવવામાં આવ્યા છે.

ફિલ્મમાં ઘણા બધા ઈન્ટીમેટ સીન્સ છે
રામ ગોપાલ વર્માની આ ફિલ્મ બે લેસ્બિયન યુવતીઓ વચ્ચેના સંબંધો પર આધારિત છે. જેઓ પુરૂષોથી અસંતુષ્ટ છે તેઓ એકબીજા પ્રત્યે આકર્ષાય છે. આ ક્રાઈમ થ્રિલર-ડ્રામા ફિલ્મમાં ખૂબ જ બોલ્ડ અને ઈન્ટીમેટ સીન્સ શૂટ કરવામાં આવ્યા છે. તેને સૌથી બોલ્ડ ફિલ્મોમાંની એક કહેવામાં આવી રહી છે. જો કોરોનાને કારણે સિનેમા હોલ બંધ ન થયા હોત તો આ ફિલ્મ પહેલા રિલીઝ થઈ ગઈ હોત. રામ ગોપાલ વર્મા તેની રિલીઝ માટે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા.

અપ્સરા અને નૈનાએ મુખ્ય પાત્રો ભજવ્યા હતા
આ ફિલ્મમાં દક્ષિણ ફિલ્મોની અભિનેત્રી અપ્સરા રાની અને નૈના ગાંગુલી મુખ્ય ભૂમિકામાં છે. બંનેએ ફિલ્મમાં એકબીજા સાથે જોરદાર રોમાન્સ કર્યો છે. ફિલ્મમાં બંનેના ઘણા કિસિંગ સીન પણ છે. જણાવી દઈએ કે તાજેતરમાં જ રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકરની બધાઈ દો પણ રિલીઝ થઈ છે. આમાં રાજકુમાર ગે અને ભૂમિ લેસ્બિયનના રોલમાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
