સલમાન ખાનને લોરેન્સ વિશ્નોઈની ખુલ્લી ધમકી, કહ્યું- માફી નહીં માંગે તો..
ગેંગસ્ટર લોરેન્સ વિશ્નોઈએ પંજાબ જેલમાંથી એક ઈન્ટરવ્યુ આપ્યો છે. આ ઈન્ટરવ્યૂમાં તેને કહ્યું છે કે, સલમાન ખાનને માફી માંગવી પડશે અને જો તે એમ નહીં કરે તો તેણે પરિણામ ભોગવવા પડશે.

મુંબઈ : સલમાન ખાન સહિતના બોલિવૂડ સ્ટાર હંમેશા ગેંગસ્ટરના નિશાને રહે છે ત્યારે હવે સલમાન ખાનને વધુ એક ધમકી મળી છે. લોરેન્સ વિશ્નોઈની ધમકી બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. લોરેન્સ વિશ્નોઈએ જેલમાંથી સલમાન ખાનને માફી માંગવા કહ્યુ છે. જો તેમ નહીં કરે તો તેને ઘમંડ તોડવાની વાત કરી છે.
હાલમાં જ ગેંગસ્ટર લોરેન્સ વિશ્નોઈએ પંજાબ જેલમાંથી એક ઈન્ટરવ્યુ આપ્યો છે. આ ઈન્ટરવ્યૂમાં તેને કહ્યું છે કે, સલમાન ખાનને માફી માંગવી પડશે અને જો તે એમ નહીં કરે તો તેણે પરિણામ ભોગવવા પડશે. લોરેન્સ બિશ્નોઈએ કહ્યું કે તે સલમાન ખાનથી નારાજ છે, કારણ કે તેણે તેના સમાજને ની દેખાડ્યો છે અને માફી માંગી નથી.
અહીં લોરેન્સ વિશ્નોઈએ કહ્યું કે, કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાને અમારા સમાજની માફી માંગવી જોઈએ. નહીં તો તેને નક્કર જવાબ અપાશે. જો અમારો સમાજ તેને માફ કરે છે તો અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. અમારું મંદિર બિકાનેરથી આગળ આવેલુ છે. સલમાન ખાને અહીં આવીને માફી માંગવી પડ઼શે. અમારા વિસ્તારમાં અમે લીલા વૃક્ષો પણ કાપવા દેતા નથી અને તેને પ્રાણીને માર્યા છે. તેણે આવીને કાળા હરણનો શિકાર કર્યો જ્યાં મોટા ભાગના બિશ્નોઈ સમુદાયના લોકો રહે છે. અમે તેનો અહંકાર તોડી નાખીશું. સલમાન ખાનેસમાજના લોકોને પૈસાની ઓફર કરી હતી. અમે સલમાન ખાનને પ્રસિદ્ધિ માટે નહીં પરંતુ કારણસર મારીશું. પ્રસિદ્ધિ માટે કોઈને મારવા માંગતો તો શાહરૂખ ખાનને મારી નાખ્યો હોત.
સિદ્ધુ મુસેવાલાની હત્યા મુદ્દે વાત કરતા લોરેન્સ વિશ્નોઈએ કહ્યું કે, સિદ્ધુ મુસેવાલા અમારી હરીફ ગેંગને સપોર્ટ કરતો હતો અને તેથી જ તેની હત્યા કરાઈ. મેં હત્યા કરી નથી. સિદ્ધુ મુસેવાલાને મારવાના પ્લાનિંગ વિશે મને ખબર હતી. અમે ગોલ્ડી બ્રાર સાથે મળીને હત્યાની યોજના બનાવી રહ્યા હતા. અમે સિદ્ધુ મુસેવાલાની હત્યા દ્વારા વિકી અને ગુરુલાલની હત્યાનો બદલો લીધો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
