લતા મંગેશકર હજુ પણ છે ICUમાં ભરતી પરંતુ તબિયતમાં સુધારો, જાહેર થયુ હેલ્થ બુલેટિન

શનિવારથી મુંબઈની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં ભરતી ભારત રત્નથી સમ્માનિત સુર કોકિલા લતા મંગેશકરને લઈને મોટી હેલ્થ અપડેટ આવી છે.

મુંબઈઃ ગયા શનિવારથી મુંબઈની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં ભરતી ભારત રત્નથી સમ્માનિત સુર કોકિલા લતા મંગેશકરને લઈને મોટી હેલ્થ અપડેટ આવી છે. તેમનો ઈલાજ કરી રહેલા ડૉ. પ્રતિત સમધાનીએ કહ્યુ છે કે લતા મંગેશકર હજુ પણ આઈસીયુ વૉર્ડમાં જ છે અને તેમની હાલતમાં થોડો સુધારો થયો છે. તેઓ 10થી 12 દિવસ સુધી ડૉક્ટરોના નિરીક્ષણમાં રહેશે. તેમણે જણાવ્યુ કે તેઓ કોવિડ સાથે-સાથે ન્યૂમોનિયાથી પણ પીડિત છે.

lata mangeshkar

બુધવારે લતા મંગેશકરની ભત્રીજી રચના શાહે હેલ્થ અપડેટ આપીને કહ્યુ હતુ કે દીદીની હાલત સ્થિર છે. તે ઠીક થઈ રહ્યા છે. હાલમાં ઑક્સિજન સપોર્ટ પર છે. તેમની ઉંમરના કારણે પણ ઘણી અન્ય સમસ્યાઓ છે જેના કારણે ડૉક્ટરો તેમનુ ખાસ ધ્યાન રાખી રહ્યા છે. લતા મંગેશકરની ભત્રીજીએ બધાને તેમના જલ્દી ઠીક થવા માટે દુઆ કરવાની અપીલ કરી છે. સાથે તેણે પ્રાઈવસીનુ ધ્યાન રાખવા માટે પણ કહ્યુ છે. તેણે કહ્યુ, 'અમારી પ્રાઈવસીનુ સમ્માન કરો અને દીદીને પોતાની દુઆઓમાં રાખો.'

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં રહેતા લતા મંગેશકરની ઉંમર 93 વર્ષ છે અને તેઓ પોતાના પરિવાર સાથે રહે છે. લતા મંગેશકરે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, બીએફજેએ પુરસ્કાર, સર્વશ્રેષ્ઠ મહિલા પ્લેબેક સિંગર માટે ફિલ્મફેર પુરસ્કાર, ફિલ્મફેર વિશેષ પુરસ્કાર, ફિલ્મફેર લાઈફટાઈમ અચીવમેન્ટ અવૉર્ડ જીત્યો છે. આ ઉપરાંત તેમને પદ્મ ભૂષણ(1969), દાદા સાહેફ ફાળકે પુરસ્કાર(1989), મહારાષ્ટ્ર ભૂષણ(1997), પદ્મ વિભૂષણ(1999), ભારત રત્ન(2001), લીજન ઑફ ઑનર(2007)થી સમ્માનિત કરવામાં આવ્યા. તેઓ 22 નવેમ્બર, 1999થી 21 નવેમ્બર, 2005 સુધી સંસદ, રાજ્યસભાના સભ્ય પણ રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X