કોંકણા-રણવીર લેશે છુટાછેડા, બાળક અંગે વિવાદ
મુંબઈ, 7 જાન્યુઆરી : કરિશ્મા કપૂર બાદ ફરી એક વાર બૉલીવુડની વધુ એક હસીન જોડી જુદા પડવાની તૈયારી કરી રહી છે. હા જી, અમે વાત કરી રહ્યાં છીએ નૅચરલ અભિનેત્રી કોંકણા સેન શર્મા અને ડિફરંટ હીરો રણવીર શૌરીની. તેમનું લગ્નજીવન ભંગાણના આરે છે. લાંબાગાળાથી બંને વચ્ચે અણબનાવના સમાચારો હતાં, પરંતુ લાગે છે કે બંનેએ હવે એક-બીજાથી જુદા પડી જવાનું નક્કી જ કરી લીધું છે, પરંતુ વિવાદ બાળકની કસ્ટડી અંગે ઊભો થયો છે. તે અંગે કહેવાય છે કે એ નક્કી થવું મુશ્કેલ છે કે બાળક હારૂન કોની પાસે રહેશે, કારણ કે બાળકને બંનેના પ્રેમની જરૂર છે. બાળક હજી ઘણું નાનું છે.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સમાચાર આવ્યા હતાં કે કોંકણા અને રણવીર વચ્ચે બધુ સમસુથરું નથી ચાલી રહ્યું. બંને અલગ-અલગ રહે છે. કોંકણાના નજીકના મિત્રોનું માનીએ તો કોંકણા બાળક માટે પોતાનો સંબંધ બચાવવાનો પ્રયત્ન છેલ્લા ઘણાં વખતથી કરી રહ્યાં છે, પરંતુ હવે તેમના ધૈર્યે જવાબ આપી દીધો છે. તેથી તેમણે હવે રણવીરથી જુદા પડવાનું નક્કી કરી લીધું છે.
નોંધનીય છે કે વર્ષ 2010માં લાંબા સમય સુધી લિવ ઇન રિલેશનમાં રહેનાર કોંકણા અને રણવીરે અચાનક લગ્ન કરી લીધા હતાં. અચાનક થયેલ લગ્નથી સૌ આશ્ચર્યમાં હતાં. લગ્ન અંગેની માહિતી કોંકણાએ ટ્વિટર દ્વારા લોકોને આપી હતી. હજુ તો લોકો આ અચાનક થયેલ લગ્ન અંગે જ વિચારતા હતાં કે અચાનક બીજા સમાચાર આવ્યાં કે કોંકણાએ પુત્રને જન્મ આપ્યો છે. લોકોએ અટકળો લગાવી કે ક્યાંક બાળક જ તો રણવીર-કોંકણાના ઉતાવળિયા લગ્નનું કારણ તો નહોતું? ખેર સૌને એમ લાગ્યું કે બંને ખુશ છે, ત્યાં જ ફરી અચાનક ખબર આવી કે હવે બંને અલગ થવા માંગે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
