જાણો મોદીની શપથવિધિમાં કયા કયા સિતારાઓને મળ્યું આમંત્રણ!
નવી દિલ્હી, 23 મે: દેશના પદનામીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારંભ માટે ઘણી ફિલ્મી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમાં અમિતાભ બચ્ચન, સલીમ ખાન, સલમાન ખાન, વિવેક ઓબેરોય, લતા મંગેશકર, રજનીકાંત જેવી હસ્તીઓનો સમાવેશ થાય છે. સાથે જ ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરને પણ સામેલ થવાનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
અત્રે નોંધનીય છે કે અમિતાભ બચ્ચ મોદીના કહેવા પર જ ગુજરાતના બ્રાંડ એમ્બેસડર બન્યા હતા. અમિતાભ બચ્ચને જાહેરાત દ્વારા ગુજરાતના પ્રવાસનને પ્રોત્સાહન આપ્યું છે. અમિતાભ બચ્ચને ક્યારેય ખુલીને મોદીનું સમર્થન નથી કર્યું પરંતુ તેમને મોદીના પ્રશંસક કહેવામાં આવે છે.
સલમાન ખાન ઘણીવાર મોદીના વખાણ કરી ચૂક્યા છે. આ વર્ષે જાન્યુઆરીમાં સલમાને અમદાવાદમાં મોદી સાથે મુલાકાત કરી હતી. સલમાને અમદાવાદમાં મોદીની સાથે પતંગબાજીનો પણ આનંદ માળ્યો હતો. સલમાને મોદીની સાથે લંચ પણ કર્યું હતું.
સલમાનના પિતા સલીમ ખાન પણ મોદીના પ્રશંસક છે. સલમાનના પિતા સલીમ ખાને પોતાના ઘરે મોદીની ઉર્દૂ વેબસાઇટ લોંચ કરી હતી. બીજી તરફ લતા મંગેશકરે પણ મોદીના પ્રશંસક છે અને કેટલાંક કાર્યક્રમોમાં તેઓ મોદીની સાથે પણ દેખાયા હતા અને એવી ઇચ્છા વ્યક્ત કરી કે તેઓ મોદીને વડાપ્રધાનની ખુરશી પર જોવા માગે છે.
રજનીકાંત દક્ષિણની ફિલ્મોના સુપર સ્ટાર છે. લોકસભા ચૂંટણી દરમિયાન મોદીએ રજનીકાંત સાથે ચેન્નઇમાં મુલાકાત કરી હતી. લોકસભા ચૂંટણીમાં જીત બાદ રજનીકાંતે મોદીને શુભેચ્છા પણ આપી હતી.
આની વચ્ચે સલમાનના પિતા સલીમ ખાને જણાવ્યું કે મોદી દેશ માટે એક સારા વડાપ્રધાન સાબિત થશે. તેમણે જણાવ્યું કે મારી દુઆઓ તેમની સાથે છે અને મને આશા છે કે મોદી દેશનું ભલુ કરશે.
અત્રે નોંધનીય છે કે નરેન્દ્ર મોદી 26 મેની સાંજે 6 વાગ્યે પોતાના કેબિનેટની સાથે વડાપ્રધાન પદની શપથ લેશે. શપથ ગ્રહણ સમારંભ રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં યોજાશે. આ સમારંભમાં ત્રણ હજાર મહેમાનોને બોલાવવામાં આવ્યા છે.
જાણો મોદીની શપથવિધીમાં કયા સ્ટાર્સને મળ્યું આમંત્રણ...

અમિતાભ બચ્ચનને મળ્યું આમંત્રણ
અત્રે નોંધનીય છે કે અમિતાભ બચ્ચ મોદીના કહેવા પર જ ગુજરાતના બ્રાંડ એમ્બેસડર બન્યા હતા. અમિતાભ બચ્ચને જાહેરાત દ્વારા ગુજરાતના પ્રવાસનને પ્રોત્સાહન આપ્યું છે. અમિતાભ બચ્ચને ક્યારેય ખુલીને મોદીનું સમર્થન નથી કર્યું પરંતુ તેમને મોદીના પ્રશંસક કહેવામાં આવે છે.

સલમાન ખાનને મળ્યું છે આમંત્રણ
સલમાન ખાન ઘણીવાર મોદીના વખાણ કરી ચૂક્યા છે. આ વર્ષે જાન્યુઆરીમાં સલમાને અમદાવાદમાં મોદી સાથે મુલાકાત કરી હતી. સલમાને અમદાવાદમાં મોદીની સાથે પતંગબાજીનો પણ આનંદ માળ્યો હતો. સલમાને મોદીની સાથે લંચ પણ કર્યું હતું.

સલીમ ખાનને પણ આમંત્રણ
સલમાનના પિતા સલીમ ખાન પણ મોદીના પ્રશંસક છે. સલમાનના પિતા સલીમ ખાને પોતાના ઘરે મોદીની ઉર્દૂ વેબસાઇટ લોંચ કરી હતી.

લતા મંગેશકરને મળ્યું આમંત્રણ
લતા મંગેશકરે પણ મોદીના પ્રશંસક છે અને કેટલાંક કાર્યક્રમોમાં તેઓ મોદીની સાથે પણ દેખાયા હતા અને એવી ઇચ્છા વ્યક્ત કરી કે તેઓ મોદીને વડાપ્રધાનની ખુરશી પર જોવા માગે છે.

રજનીકાંતને મળ્યું નિમંત્રણ
રજનીકાંત દક્ષિણની ફિલ્મોના સુપર સ્ટાર છે. લોકસભા ચૂંટણી દરમિયાન મોદીએ રજનીકાંત સાથે ચેન્નઇમાં મુલાકાત કરી હતી. લોકસભા ચૂંટણીમાં જીત બાદ રજનીકાંતે મોદીને શુભેચ્છા પણ આપી હતી.

વિવેકને મળ્યું આમંત્રણ
અભિનેતા વિવેક ઓબરોયને મળ્યું આમંત્રણ.

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર
માસ્ટર બ્લાસ્ટર અને સાંસદ સચિન તેંડુલકરને મોદીની શપથવિધિમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?

Click it and Unblock the Notifications